દાહોદ નગરમાં જથ્થાબંઘ ખાધ ગોળનો વેપાર કરતા ૮ વેપારીઓ સામે તપાસ

દાહોદ: જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દાહોદ નગરમાં જથ્થાબંઘ ખાધ ગોળનો વેપાર કરતા ૮ વેપારીઓની આજ રોજ આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
આ વેપારીઓ પૈકી ગૌશાળા વિસ્તારમાં આવેલા પિયુષ રવિન્દ્રભાઇ અગ્રવાલની પેઢી, મુલ્લાજી બજારમાં આવેલા યુસુફી ટ્રેડીંગ અને યશ માર્કેટમાં આવેલા તાહેરી એન્ટરપ્રાઇઝ પરથી ગોળના નમુના લઇ પૃથ્થકરણ માટે ખોરાક પ્રયોગશાળા મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના રિપોર્ટ પરથી જે તે વેપારી સામું પગલાં લેવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સુચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે.