દાહોદ લક્ષ્મીનગર સોસાયટી દ્વારા ગરીબ પરિવારોને ૧૦૦ જેટલી ખાધ્ય સામગ્રીની કીટસનું વિતરણ કરાયું.

દાહોદ:- હાલ વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મહામારીને નાથવા ૨૧ દિવસના લોકડાઉનનો આદેશ કરેલ છે. આ લોકડાઉનમાં સ્વૈચ્છિક સંસ્થાઑ, સોસાયટીઑ, દાતાઓ ગરીબ લોકોની વહારે આવી રહ્યા છે.
તદનુસાર દાહોદ જીલ્લાના દાહોદ ખાતે લક્ષ્મીનગર સોસાયટી દ્વારા રળિયાતી ગામમાં ગરીબ પરિવારો જેમને જમવાની કે અન્ય ચીજ વસ્તુઓની તકલીફ હોય તેઓ માટે લોટ,ચોખા,દાળ,શાકભાજી સહિતની અન્ય જીવન જરૂરિયાત સાથેની ૧૩ જેટલી વસ્તુઓની ૧૦૦ કીટસનું વિતરણ કરવામાં આવ્યું છે.