દાહોદ શહેર સહિત જિલ્લાના બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા
કેન્દ્ર સરકારે હાલમાં જ ત્રણ નવા શ્રમ કાયદા પાસ કર્યા અને ૨૭ જેટલા જુના કાયદા રદ કર્યા જેના વિરોધમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એ કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં આપેલા હડતાળના એલાનને પગલે આજે દાહોદ શહેર સહિત જિલ્લાના બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાતા શેરની નાણાકીય ગતિવિધિ પર હડતાળની સીધી અસર થવા પામી છે.
કેન્દ્ર સરકારની શ્રમ નીતિ ઉપરાંત બેંક ખાનગીકરણ આઉટસોર્સિંગ તથા કોન્ટ્રાક્ટ સિસ્ટમના વિરોધમાં તેમજ પૂર્તિ નિયુક્તિઓ મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી બેંક ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો સર્વિસ ચાર્જમા કાપ જેવી માગણીઓને લઈને આજે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એ આપેલા હડતાળના એલાનને પગલે દાહોદ શહેર સહિત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા.
જેના કારણે લાખોના ક્લીઅરસ્ન અટવાયા હતા અને શહેર સહિત જિલ્લાની ઈકોનોમી પર આજની હડતાળની સીધી અસર પડી હતી.