દિગ્ગજ એક્ટર રાકેશ બેદીની તારક મહેતામાં એન્ટ્રી થશે
મુંબઈ, પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં હવે એક દિગ્ગજ કલાકારનો પ્રવેશ થવાનો છે. રિપોર્ટ મુજબ હવે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિગ્ગજ એક્ટર રાકેશ બેદી એન્ટ્રી મારશે. પ્રાપ્ત માહિતી મુજબ જાણીતા એક્ટર રાકેશ બેદી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાના બોસના પાત્રમાં જોવા મળશે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ દિગ્ગજ એક્ટર રાકેશ બેદીએ પોતાના રોલનું શૂટિંગ શરૂ કરી દીધુ છે અને હવે જલદી જ તેમના પાત્ર આધારિત એપિસોડ જોવા મળી શકે છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
એક્ટર રાકેશ બેદીનો આ રોલ કેમિયો છે એટલે કે તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માત્ર થોડા દિવસો માટે જોવા મળી શકે છે. જ્યારે આ અંગે એક્ટર રાકેશ બેદીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કન્ફર્મ કરતા કહ્યું કે હા, મેં શાૅ માટે ૧૪ ઓગસ્ટથી શૂટિંગ શરૂ કર્યું છે અને આ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પહેલો દિવસ હતો.
પોતાના રોલ વિશે વાત કરતા એક્ટર રાકેશ બેદીએ જણાવ્યું કે આ વાત ખૂબ જ રસપ્રદ છે કે મને આ રોલ વિશે ૧૨ વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ શરૂ થઈ હતી. હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હું તારક મહેતાના બોસનું પાત્ર ભજવી રહ્યો છું. આ ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર છે.
અહીં નોંધનીય છે કે દિગ્ગજ એક્ટર રાકેશ બેદી અગાઉ ‘શ્રીમાન શ્રીમતી’, ‘યે જો હે ઝિંદગી’, ‘ઝુબાન સંભાલ કે’ અને ‘ભાભીજી ઘર પર હે’ જેવા સુપરહિટ ટીવી શોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. ટીવી સિવાય પણ રાકેશ બેદી અનેક સફળ ફિલ્મોમાં જોવા મળ્યા છે.SSS