ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવને હાર્ટએટેક આવ્યો: હોસ્પિટલ ખસેડાયા

મુંબઈ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવને હાર્ટએટેક આવતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમના પર એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરાઈ હોવાનું જાણવા મળે છે. વિવિધ માધ્યમોમાં અને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સના ટ્વિટર હેન્ડલ પર રજૂ થયેલી વિગતો મુજબ કપિલદેવની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.