દિગ્ગજ પૂર્વ મંત્રીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા

પ્રતિકાત્મક
ચેન્નાઇ: તમિલનાડુમાં પૂર્વમંત્રી અને અન્નાદ્રમુક પાર્ટીના નેતા મણિકનંદન વિરૂદ્ધ રેપ કેસ સહિત આઈપીસીની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ચેન્નાઈના મહિલા પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસે પૂર્વ મંત્રી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
તમિલ એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિકનંદનને લગ્નનો વાયદો કરીને શારીરિક શોષણ કર્યું. આટલું જ નહીં જ્યારે મહિલા ગર્ભવતી થઈ તો પૂર્વમંત્રીએ તેની મરજી વગર તેનું અબોશન કરવી દીધું. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિકનંદન તેની સાથે પાછલા ૫ વર્ષથી લગ્નનો વાયદો કરીને શારીરિક શોષણ કરી રહ્યા છે. મહિલાનો આરોપ છે કે તેમની સાથે રિલેશનમાં રહેતા તે ત્રણ વખત ગર્ભવતી બની અને દર વખત મણિકનંદનને તેની મરજી વગર અબોશન કરાવી દીધુ. તેણે આરોપ લગાવ્યો કે મણિકનંદન લગ્ન બાદ બાળક રાખવાની વાત કરતા હતા.
એક્ટ્રેસે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું કે મણિકનંદન તેના પર દેશ છેડવાનું દબાણ કરી રહ્યા હતા અને આમ ન કરવા પર સોશિયલ મીડિયા પર તેની આપત્તિજનક તસ્વીરો શેર કરવાની ધમકી આપી રહ્યા હતા. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિકનંદને તેના પરિવારને પણ ઘમકાવ્યો હતો. ફરિયાદ દાખલ થવા પર મણિકનંદન વિરૂદ્ધ રેપ સહિત આઈપીસીની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ આઈપીસી કલમ-૪૧૭,૩૭૬,૩૧૩, ૩૨૩,૫૦૬ અને ૬૭ છ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.