Western Times News

Gujarati News

દિગ્ગજ ફૂટબોલર ડેવિડ બેકહમના પુત્રએ ‘ટ્રાન્સફોર્મર’ ફિલ્મની એક્ટ્રેસ સાથે કરી સગાઈ

નવી દિલ્હી: બ્રુકલિન બેકહમ ફૂટબોલના જાણીતા સુપર સ્ટાર ડેવિડ બેકહમ અને વિક્ટોરિયા બેકહમના સૌથી મોટો પુત્ર છે. ઇંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર અને સ્ટાર ડેવિડ બેકહમ અને સિંગર અને સ્ટાઇલિસ્ટ વિક્ટોરિયા બેકહમના સૌથી મોટો પુત્રએ પોતાની જીવન સાથીને પસંદ કરી લીધી છે.

કોવિડ-૧૯ના આ મુશ્કેલ સમયમાં ડેવિડ બેકહમના પુત્ર બ્રુકલિન બેકહમની ‘લવ લાઈફ’ વધુ સુંદર બની ગઈ છે. બ્રુકલિને પોતાની ગર્લફ્રેન્ડ નિકોલા સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ પોતાની સગાઇની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બેકહમના પુત્ર બ્રુકલિન અને નિકોલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઇની તસવીરો શેર કરી હતી અને ફેન્સને પણ આ મામલે જણાવ્યું હતું. ૨૧ વર્ષીય બ્રુકલિનને જણાવ્યું કે બે સપ્તાહ પહેલા જ તેમણે સગાઈ કરી હતી.

તેમણે એકબીજાની રોમાન્ટિક તસવીર શેર કરતા કેપ્શનમાં કહ્યું કે બે સપ્તાહ પહેલા જ મેં પોતાની સોલમેટથી પુછ્યું કે શું તે મારાથી લગ્ન કરશે અને તેણે કહ્યું હા, હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી યુવક છું અને હું વાયદો કરું છું કે હું સારો પતિ અને એક દિવસે એક સારો પિતા બનીશ.

આ કપલે પોતાના પ્રેમને જાહેર કરતા એક સરખી તસવીર પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સથી શેર કરી હતી. બ્રુકલિન અને નિકોલા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. બંનેએ આના પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો શેર કરી છે. ત્યાં જ નિકોલાને પણ કેટલીક તસવીરો શેર કરતા કહ્યું કે મને દુનિયાની સૌથી લકી યુવતી બનાવી છે તે, હું મારી બાકીનું જીવન તારી સાથે વીતાવવા માટે રાહ નથી જાેઇ શકતી.

તમને જણાવી દઇએ કે બ્રુકલિન ડેવિડ અને વિક્ટોરિયાના ચાર બાળકોમાં સૌથી મોટો છે. આ સિવાય તેમના બે પુત્ર અને સૌથી નાની પુત્રી હાર્પર છે. આ તમામ સ્ટાર કિડ્‌સ પણ સોશિયલ મીડિયામાં એટલા જ પોપ્યુલર છે.  ઉલ્લેખનીય છે કે, ૨૫ વર્ષીય નિકોલા પણ અમેરિકન એક્ટ્રેસ છે. તેણે ‘ટ્રાન્સફોર્મર’ સીરિઝ અને બેક રોડ્‌ઝમાં પણ કામ કર્યું છે. એવા રિપોટ્‌ર્સ છે કે, બંને આગામી વર્ષે લગ્ન કરી શકે છે. ગત નવેમ્બરમાં બંનેના લવ-અફેરની તસવીરો વાયરલ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.