દિગ્દર્શકની ખુરશી પર કિરણ રાવની ફરી વાપસી
મુંબઈ, બોલિવૂડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્ની અને દિગ્દર્શક કિરણ રાવ ફરી એકવાર દિગ્દર્શનના ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ૨૦૧૦ માં રિલીઝ થયેલી ધોબી ઘાટમાં દિગ્દર્શક તરીકેની શરૂઆત થઈ ત્યારથી, દર્શકો કિરણ રાવના ડિરેક્ટરની ખુરશી પર પાછા ફરવાની રાહ જાેઈ રહ્યા હતા.
અને હવે દર્શકોની રાહનો અંત આવ્યો છે. લાંબા સમય બાદ દર્શકોને કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ જાેવા મળશે. આમિર ખાન પ્રોડક્શન દ્વારા સમર્થિત કોમેડી-ડ્રામા પર કામ ચાલી રહ્યું છે, જેનું શૂટિંગ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ૮ જાન્યુઆરીથી શરૂ થશે. ધોબીઘાટની જેમ આમિર ખાન તેના પ્રોડક્શન હાઉસ હેઠળ બીજી ફિલ્મ બનાવી રહ્યો છે. જ્યારે આમિર ખાને ધોબીઘાટનું નિર્માણ કર્યું ત્યારે આમિર ખાન અને કિરણ રાવ પતિ-પત્ની હતા.
જાે કે, હવે બંને વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે. આ પાવર કપલ ૨૦૨૧માં જ અલગ થઈ ગયા હતા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને જણાવ્યું હતું કે, બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો ર્નિણય લીધો છે. આ પછી પણ બંને ઘણા પ્રસંગોએ સાથે જાેવા મળે છે.
બંને વચ્ચેની મિત્રતા અને માતા-પિતા તરીકેનો સંબંધ હજુ પણ અકબંધ છે. આમિર ખાન અને કિરણ રાવને એક પુત્ર છે, જેનું નામ આઝાદ છે. પરંતુ, બંનેએ જુલાઈ ૨૦૨૧માં એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી. જાે કે, બંનેએ તેમના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, બંને પહેલાની જેમ જ મિત્રો રહેશે અને સાથે કામ કરવાનું ચાલુ રાખશે. કિરણ રાવના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ ૮ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે.
આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો હશે. જેમાં એક મુખ્ય પાત્ર સ્પાર્ટ શ્રીવાસ્તવ પણ ભજવી રહ્યો છે. જે અગાઉ ‘જમતારાઃ સબકા નંબર આયેગા નામની વેબ સિરીઝમાં લીડ રોલમાં જાેવા મળી હતી. આ સિવાય તે બાલિકા વધૂ સિરિયલનો પણ ભાગ રહી ચૂક્યો છે.SSS