દિનેશ હોલ પાછળ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રોડ ડાઈવર્ઝન
અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત દિનેશ હોલ પાછળ, શાલીમાર સોસાયટીની પાસે મેટ્રો પિલ્લર નંબર-૨૪૧થી ૨૪૨ સુધી સેગમેન્ટ એરિક્શનનું કામ શરૂ કરવાનું હોવાથી તા. ૨૦-૧૨-૨૦૨૦થી તા.૫-૧-૨૦૨૧ સુધી ફક્ત રાત્રિના અગિયાર વાગ્યાથી સવાર છ વાગ્યા સુધી ગુજરાત સાહિત્ય પરિષદ રિવરફ્રન્ટ ત્રણ રસ્તા, ઉસ્માનપુરા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે બેરિકેડીંગ કરી તેટલા પૂરતો રિવરફ્રન્ટ રોડ તમામ પ્રકારના વાહના વ્યવહાર માટે બંધ રહેશે તેમ ટ્રાફિક શાખાની અખબારી યાદીમાં જણાવાયું છે.
વૈકલ્પિક માર્ગ તરીકે (૧) વાડજ સ્મશાન ગૃહથી રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી આંબેડકર બ્રિજ નીચેના ભાગથી અંજલી ચાર રસ્તા તરફ જતા ટ્રાફિકે ઉસ્માનપુરા સાબરમતી રીવરફ્રન્ટ પાર્ક ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી ગર્ગ લાઈબ્રેરી ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી આશ્રમ રોડ ઉપર સીધા પાલડી તરફ જઈ શકાશે અથવા તો બુટ્ટાસિંગ (બાટા શો રૂમ) ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ગુજરાત સાહિત્ય પરિષદ રિવરફ્રન્ટ ત્રણ રસ્તાથી રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી જઈ શકાશે.
આ ઉપરાંત (૨) અંજલિ ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ નીચેના ભાગથી રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી વાડજ સ્મશાન ગૃહ કટ તરફ જતા ટ્રાફિકે ગુજરાત સાહિત્ય પરિષદ રિવરફ્રન્ટ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી બુટ્ટાસિંગ (બાટા શો રૂમ) ચાર રસ્તાથી જમણી બાજુ વળી આશ્રમ રોડ ઉપર સીધા વાડજ તરફ જઈ શકાશે અથવા તો આશ્રમ રોડ ઈન્કમટેક્સ બ્રીજ ઊતરી ઉસ્માનપુરા ચાર રસ્તાથી જમણી બાજુ વળી રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી વાડજ સ્મશાનગૃહ કટ જઈ શકશે. આ ઉપરાંત ઉપરોક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટનો નો વ્હીકલ પાર્કિંગ ઝોન રહેશે.