Western Times News

Gujarati News

દિપીકાની NCB સમક્ષ કબૂલાતઃ ડ્રગ્સ વોટસઅપ ગ્રૂપની એડમીન હું જ છું

મુંબઈ,બોલીવૂડમાં ડ્રગ્સના ઉપયોગ અંગેના મામલામાં એવા અહેવાલ સામે આવ્યા છે કે, દિપિકા પાદુકોણે એનસીબી સમક્ષ સ્વીકાર્યુ છે કે, જે વોટસએપ ચેટને લઈને વિવાદ છે તે ગ્રૂપની એડમિન તે પોતે હતી. ઉલ્લેખનીય છે કે, આ ચેટમાં દિપિકાએ કરિશ્મા સાથે ડ્રગ્સના મામલામાં વાત કરી હતી અને દિપિકાનુ એ વાક્ય વાયરલ થયુ છે જેમાં તેણે ચેટ દરમિયાન લખ્યુ હતુ કે, માલ હૈ ક્યા…

હાલમાં એનસીબી દ્વારા દિપિકા અને તેની મેનેજર કરિશ્માને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે.સૂત્રોનુ કહેવુ છે કે, પૂછપરછનો સામનો કરવા માટે દિપિકા અને તેની મેનેજરે તૈયારી પણ કરી હોવાનુ લાગી રહ્યુ છે.જોકે આ પૂછફરછ દરમિયાન હજી પણ વધારે ઘટસ્ફોટ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિપિકાએ બનાવેલા વોટસએપ ગ્રૂપની ચેટ લીક થયા બાદ એનસીબીએ મોકલેલા સમન્સના પગલે દિપિકાને ગોવાથી તાત્કાલિક શૂટિંગ છોડીને મુંબઈ આવવાની ફરજ પડી હતી.હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.