દિયા મિર્ઝાએ પહેલી વખત દીકરાનો ચહેરો દેખાડ્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પહેલી વખત પોતાના દીકરા અવ્યાનનો ચહેરો દેખાડ્યો છે. ગત વર્ષે એક્ટ્રેસ દિયા મિર્ઝાએ અવ્યાન આઝાદ રેખીને જન્મ આપ્યો હતો. આ પહેલા દિયા મિર્ઝાએ દીકરા સાથેના કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા પણ તેનો ચહેરો ક્યારેય દેખાડ્યો નહોતો.
શુક્રવારે બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીકરાનો એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તેનો ચહેરો જાેવા મળી રહ્યો છે. આ વિડીયોમાં દિયા મિર્ઝાનો દીકરો અવ્યાન રમકડા સાથે રમતો જાેવા મળી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧એ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા.
દિયા મિર્ઝાએ આ વિડીયો શેર કરતા લખ્યું કે પીક-એ-બૂ પ્લેટાઈમ. ગત વર્ષે મે મહિનામાં દિયા મિર્ઝા અને તેનો પતિ વૈભવ રેખી પેરેન્ટ્સ બન્યા હતા. અવ્યાનનો પ્રી-મેચ્યોર જન્મ થયો હતો, માટે જન્મ સાથે જ તે ખૂબ નબળો હતો. દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે કોમ્પલિકેશન્સના કારણે તેને ઈમરજન્સી સિઝેરિયન કરાવવું પડ્યું હતું. ત્યારબાદ અવ્યાન ઘણાં અઠવાડિયા સુધી નિયોનેટલ ઈન્ટેન્સિવ કેયરમાં ડૉક્ટર્સની દેખરેખ હેઠળ રહ્યો હતો.
પેરેન્ટ્સ તરીકે દિયા મિર્ઝા અને વૈભવ રેખી માટે આ ખૂબ મુશ્કેલ સમય હતો. જે દુઃખ દિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કર્યું હતું. દિયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્રેગ્નેન્સી દરમિયાન તેને એકાએક અપેન્ડિક્સની ફરિયાદ ઊભી થઈ હતી અને ધીરે ધીરે ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ ગયુ હતું, જેણે સેપ્સિસનું રુપ ધારણ કર્યુ હતું.
આ બીમારી દિયા અને બાળક બન્ને માટે જીવલેણ સાબિત થઈ હતી. દિયાએ જણાવ્યું કે, ડોક્ટરે સમય પર સિઝેરિયન ડિલિવરી કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. દિયા મિર્ઝાના વૈભવ રેખી સાથેના આ બીજા લગ્ન છે. આ પહેલા દિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૪માં લાંબા ડેટિંગ બાદ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. પણ, વર્ષ ૨૦૧૯માં તેમણે પરસ્પર સહમતિથી ડિવોર્સ લીધા હતા. વર્ષ ૨૦૦૦માં દિયા મિર્ઝાએ મિસ એશિયા પેસિફિક એવોર્ડ જીત્યો હતો.
ત્યારબાદ તેણે એક્ટર આર માધવનની સાથે બોલિવૂડ ફિલ્મ ‘રહેના હે તેરે દિલ મેં’થી ડેબ્યુ કર્યું હતું. હાલમાં જ દિયા મિર્ઝા એક્ટ્રેસ તાપસી પન્નુ સાથે ફિલ્મ ‘થપ્પડ’માં જાેવા મળી હતી. દિયા અને વૈભવે દીકરાનું નામ અવ્યાન આઝાદ રેખી પાડ્યું છે. એક્ટ્રેસે ૧૪ મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.SSS