Western Times News

Gujarati News

દિયા મિર્ઝાની બેસ્ટી છે સાવકી દીકરી સમાયરા

મુંબઈ: બોલિવુડની બ્યૂટીફુલ એક્ટ્રેસ દિયા મિર્ઝા થોડા દિવસ પહેલા જ દીકરાના જન્મને લઈને ચર્ચામાં હતી. હવે સાવકી દીકરી સાથે વાયરલ થઈ રહેલો વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ વૈભવ રેખીની દીકરી સમાયરા સાથે ડાન્સ કરતો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સમાયરા અને દિયાનું બોન્ડ જાેવા મળી રહ્યું છે.

વિડીયોમાં જાેઈ શકો છો કે સમાયરા અને દિયાએ એકસરખી વ્હાઈટ ટી-શર્ટ, જિન્સ અને સ્નીકર્સ પહેર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ‘ૈંર્ા ૈંર્ા’ સોન્ગ પર રીલ બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે દિયા પણ સમાયરા સાથે આમાં જાેડાઈ છે. જસ્ટીન વેલિન્ગટનના ગીત પર દિયા અને સમાયરા થીરકતા જાેવા મળ્યા હતા. જાેકે, વિડીયોના અંતે સમાયરા સ્ટેપ કરતાં કરતાં પડી જાય છે અને પછી બંને હસી પડે છે. આ વિડીયો જાેઈને તો લાગી રહ્યું છે કે, બંને એકબીજાની કંપનીને ખૂબ એન્જાેય કરે છે. વિડીયો શેર કરતાં ન્યૂ મમ્મી દિયાએ લખ્યું, “મારી બેસ્ટી સાથે રવિવારની મસ્તી.”

દિયા અને સમાયરાનો આ વિડીયો ફેન્સની સાથે સેલેબ્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. બિપાશા બાસુએ કોમેન્ટ કરતાં લખ્યું- ક્યૂટીઝ. આલિયા ભટ્ટની મમ્મી અને એક્ટ્રેસ સોની રાઝદાને પણ બંનેને ક્યૂટ કહ્યાં છે. ડાયના પેન્ટી, ઈશા ગુપ્તા અને રસિકા દુગ્ગલે પણ મા-દીકરીની જાેડી પર પ્રેમ વરસાવ્યો હતો.

જણાવી દઈએ કે, ૧૪ મેના રોજ દિયા મિર્ઝા અને વૈભવ રેખીના દીકરા અવ્યાન આઝાદ રેખીનો જન્મ થયો છે. જાેકે, દિયાએ પાંચ દિવસ પહેલા જ દીકરાના જન્મની વાતનો ખુલાસો કર્યો હતો. દીકરાએ આંગળી પકડી હોય તેવી તસવીર શેર કરતાં દિયાએ જણાવ્યું હતું કે, તેની પ્રેગ્નેન્સી દરમિયાન ઈન્ફેક્શન થવાના કારણે ડિલિવરી વહેલી કરી દેવી પડી હતી. દિયા-વૈભવનો દીકરો પ્રી-મેચ્યોર હોવાથી બે મહિના સુધી નીયોનટાલ આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. પોસ્ટના અંતે દિયાએ શુભચિંતકો અને ફેન્સનો અભિનંદન પાઠવવા બદલ અને હંમેશા તેને પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.