Western Times News

Gujarati News

દિયોદર તાલુકાના મીઠીપાલડી ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઇનમેન્ટ એરીયામાં લોકોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

પાલનપુર,          હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૨૦૧૯ના વધારે પ્રમાણ કેસો નોંધાયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધી ગુજરાત એપેડમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્શ-૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંકમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારના તા.૦૧/૦૫/૨૦૨૦ના આદેશથી લોકડાઉનનો સમયગાળો તા.૦૪/૦૫/૨૦૨૦થી વધુ બે અઠવાડીયા માટે વધારવામાં આવેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં દિયોદર તાલુકાના મીઠીપાલડીના દરજીવાસ પૈકી નટવરભાઇ હાલચંદભાઇ શાહના મકાનથી નાઇ શૈલેષભાઇ બાબુભાઇનું મકાન સુધીના વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે.

શ્રી સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. દિયોદર તાલુકાના મીઠીપાલડીના દરજીવાસ પૈકી નટવરભાઇ હાલચંદભાઇ શાહના મકાનથી નાઇ શૈલેષભાઇ બાબુભાઇનું મકાન સુધીના વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.

આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

ઉકત જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે.

(૧)  સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)

(૨)  આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો,

(3) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલું  પાસધારકો.

આ જાહેરનામું તા.૩૦/૦૫/૨૦૨૦ થી તા.૧૯/૦૬/૨૦૨૦ સુધી દિન ૨૧ સુધી અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.