દિલીપકુમારના બંન્ને ભાઇ કોરોનાથી સંક્રમિત
મુંબઇ, બોલિવુડના જાણિતા અભિનેતા દિલીપકુમારના બંન્ને ભાઇ અહસાન ખાન અને અસલમ ખાન કોરોના સંક્રમિત મળ્યા છે.બંને ભાઇઓને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અહેસાન ખાન ૯૦ વર્ષના છે જયારે અસલમ ખાન તેમનાથી થોડા નાના છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોવિડ ૧૯ના શિકાર થયા બાદ શનિવારે રાત્રે અહસાન અને અસલમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતાં બંને ભાઇઓનું ઓકિસજન લેવલ ખુબ જ ઓછું હતું. બંને ભાઇઓની સારવાર કરી રહેલા જાણીતા ડોકટર જલીલ પારકરે કહ્યુંહતું કે અસલમ ખાન અને અહસાન ખાન નોન ઇનવેસિવ વેન્ટિલેટર સપોર્ટ ઉપર છે તેમને હાઇપોકિસયા હતો તેમનું ઓકિસજન લેવલ ઓછું હતું અને બંન્નેને ખાંસી અને તાવ હતો.
દિલીપકુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે ચિંતાની કોઇ વાત નથી અહસાન અને અસલમ બંન્ને તાકિદે સાજા થઇને ઘરે પરત ફરશે ડોકટક જલીલ પારકર અને ડોકટર નિખિલ ગોખલે તેમની સારવાર કરી રહ્યાં છે બંને ખુબ જ કાબિલ ડોકટર છે. જયારે દિલીપકુમારની તબિયત અંગે પુછવામાં આવતાં સાયરા બાનોએ કહ્યું કે તમારા બધાની દુઆવોના કારણે તેઓ બિલકુલ સ્વસ્થ્ય અને ઘરે આરામ કરી રહ્યાં છે.HS