દિલીપકુમારની જેમ રોમૅન્સ કોઈ ન કરી શકે : જાવેદ અખ્તર
મુંબઇ: હું જ્યારે ૬થી ૭ વર્ષનો હતો ત્યારે મેં દિલીપસા’બને પહેલી વખત ઑન-સ્ક્રીન જાેયા હતા. મારી ફૅમિલીને એ વાતની ખુશી હતી કે લખનઉની સેન્ટ મૅરી સ્કૂલમાં મારું રિઝલ્ટ સારું આવ્યું હતું અને મને તેમણે પૂછ્યું હતું કે ગિફ્ટ તરીકે શું જાેઈએ છે. તેમણે મને પર્યાય આપ્યા હતા કે ઝૂમાં જવાનું અથવા ફિલ્મ જાેવાની. તો મેં કહ્યું હતું કે મને ફિલ્મ જાેવી ગમશે. ‘આન’ ફિલ્મ મેં પહેલી વખત જાેઈ હતી. ત્યાર બાદથી તો સ્કૂલ અને કૉલેજ દરમ્યાન દિલીપસા’બ મારા ફેવરિટ સ્ટાર બની ગયા હતા. એમાં ‘દેવદાસ’, ‘મધુમતી’, ‘ગંગા જમુના’, ‘મુગલ-એ-આઝમ’ અને ઘણીબધી હતી.
એક ઍક્ટર તરીકે દિલીપસા’બ તેમના પાત્રને સારી રીતે જાણતા હતા. તેમની વધુ એક વિશેષતા એ હતી કે તેઓ જાણતા હતા કે ડાયલૉગ્સમાં તાકાત છે, એક ઍક્ટરે સમજદારીપૂર્વક કામ કરવું જાેઈએ અને એ જ અસરકારક રહેશે. તેમનામાં સ્ક્રિપ્ટને શ્રેષ્ઠ બનાવવાની ક્ષમતા હતી. તેમની સાથે કેટલીક યાદગાર ક્ષણો હતી, જેવી કે ‘પૈગામ’મ૨ાં તેઓ વૈજયંતીમાલા સાથે વાત કરી રહ્યા હતા અને તેમને નોકરીના ઇન્ટરવ્યુ વિશે કહી રહ્યા હતા. જાેકે નોકરી મળે કે નહીં મળે તેઓ એ શહેરમાં જશે. એ ડાયલૉગ્સ હતા. એ કોઈ રોમૅન્ટિક ડાયલૉગ્સ નહોતા, પરંતુ તેમણે જે રીતે એ ડાયલૉગ્સ બોલ્યા હતા એ ખરેખર રોમૅન્ટિક સીન બની ગયો હતો. આવા પ્રકારનો પર્ફોર્મન્સ તેઓ આપતા હતા, તેઓ શબ્દોથી પરે જઈને પોતાની સ્ટાઇલથી ડાયલૉગ ડિલિવરી કરતા હતા તેમ જાવેદ અખ્તરે જણાવ્યું હતું.
વીતેલા જમાનાની સેલિબ્રિટીઝની વાત કરીએ તો તેઓ લેધરમાં વીંટાળીને આવતા લાઇબ્રેરિયન ઇશ્યુ જેવા છે જ્યારે આજના કલાકાર પેપરબૅક બુક જેવા છે. તેમની અદ્ભુત પર્સનાલિટી હતી. તેમની સાથે ફક્ત એક એરાનો અંત નથી થયો, પરંતુ કલ્ચર અને સેન્સિટિવિટીનો
પણ અંત થયો છે.
તેમની જેમ સ્ક્રીન પર રોમૅન્સ કોઈ નથી કરી શકતું. હું તમને કહી શકું છું કે તેમનામાં શું સ્પેશ્યલ હતું. મોટા ભાગના હીરો જ્યારે હિરોઇન તરફ જાેતા હોય ત્યારે પણ પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. તેઓ સતત પોતાને ચેક કરતા રહે છે કે તેઓ કેવા દેખાઈ રહ્યા છે. તેઓ પોતાની જાત સાથે ખૂબ ખુશ હોય છે અને તેની સાથે પ્રેમમાં પડવા માગતા હોય છે. જાેકે દિલીપકુમાર જ્યારે તેમની હિરોઇનને જુએ છે ત્યારે તેઓ તેમના પ્રશંસક બની જાય છે અને તેમની પ્રશંસા કરતા હોય છે. તેઓ તેમના ઈગોને હિરોઇન સામે સરન્ડર કરી દે છે અને એથી જ તેઓ ખૂબ જ રોમૅન્ટિક લાગે છે.