દિલીપદાસજી મહારાજને ૫૧ વર્ષ પૂર્ણ થતાં સુકામેવાનો હાર પહેરાવી સન્માન
શ્રી જગન્નાથ મંદિરના મહંત, ભારત સાધુ સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, કુંભમેળાના કોષાધ્યક્ષ, મહામંડલેશ્વર પરમ વંદનીય અનંતશ્રી વિભૂષિત શ્રી દિલીપદાસજી મહારાજના ૫૧ વર્ષ- એકાધિક સુવર્ણ જયંતીના મહામંગલકારી જન્મદિવસના અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા શાલ ઓઢાડી, સુકામેવાનો ભવ્ય હાર પહેરાવી તથા ‘સુવર્ણ સુમન’ નામાંકિત સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને ખૂબ જ ભાવપૂર્ણ પ્રેમપ્રચૂર શુભકામનાઓ સહ સન્માન કરવામાં આવ્યું હતું.