દિલીપ કુમારના નાના ભાઇનું કોરોનાને કારણે નિધન
મુંબઇ, બોલીવુડના અભિનેતા દિલીપકુમારના નાના ભાઇનું કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થયું છે દિલીપકુમારના ભાઇ અહેસાન ખાનનું ગઇકાલે રાત્રે નિધન થયું હતું તેઓને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં અહેસાન ૯૦ વર્ષના હતાં. અહેસાન ખાનની કોવિડની સાથે હ્દયરોગ હાઇ બ્લડ પ્રેસર અને અલ્ઝાઇમરની બીમારીઓની પણ સારવાર ચાલી રહી હતી ૧૨ દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી તમામ લોકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યાં છે.
ગત ૨૧ ઓગષ્ટના રોજ દિલીપકુમારના નાના ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું આમ ૧૫ દિવસમાં દિલીપકુમારના બે ભાઇઓના મૃત્યુ થયા છે. તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે અહેસાન ખાન અને અસલમ ખાનને ગત ૧૫ ઓગષ્ટે સાથે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં અહેસાન ખાન અને અસલમ ખાનને શ્વાસમાં તકલીફની ફરિયાદ હતી જે બાદ ડોકટરે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી બંન્નેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં બંન્ને ભાઇઓની સારવાર જાણીતા ડોકટર જલીલ પારકર કરી રહ્યાં હતાં.HS