દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું નિધન
મુંબઈ, હિન્દી સિનેમાના લિજેન્ડ એક્ટર દિલીપ કુમારના પરિવારમાંથી દુ:ખ સમાચાર સામે આવ્યા છે. જેમાં દિલીપ કુમારના નાનાભાઈ અસલમ ખાનનું કોરોના વાઈરસના સંક્રમણના કારણે મોત થઈ ગયું છે. 90 વર્ષના અસલમ ખાનને સુગર, હાઈ બ્લડપ્રેશર અને હ્રદયની બીમારી હતી. થોડા દિવસો પહેલા જ અસલમ ખાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ થોડા દિવસોથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અસલમ ખાનના ભાઈ એહસાન ખાનની સાથે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે પણ કોરોનાથી સંક્રમિત છે. એહસાન ખાનની પણ હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf