દિલીપ કુમારને સાયરા બાનો અત્યંત પ્રેમ કરતા હતા
મુંબઈ, સાચો પ્રેમ અને પોતાના જીવનસાથી માટે સમર્પણ કોને કહેવાય તે બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનો કરતાં સારી રીતે કોઈ કહી શકે તેમ નથી. ૭ જુલાઈ, ૨૦૨૧ના રોજ જાણીતા અભિનેતા દિલીપ કુમાર દુનિયાને અલવિદા કહી ગયા. તેમના મૃત્યુ બાદ સાયરા બાનો ગમગીન થઈ ગયા. ફોટોઝ પણ જે જાેવા મળ્યા છે તે ફેન્સની આંખો ભીની કરી દેનારા છે.
દિલીપ કુમારના ગયા બાદ સાયરા બાનો લાઇમલાઇટથી દૂર થઈ ગયા હતા, પરંતુ હાલમાં જ પહેલી વખત તેમણે પોતાના પ્રેમ અને દિલીપ સાહેબ સાથેના સંબંધને લઈને વાત કરી છે. સાયરા બાનો અને દિલીપ કુમારના લગ્નને આ વર્ષે ૧૧ ઓક્ટબરે ૫૬ વર્ષ થયા હોત. તેમને દુઃખ છે કે, દિલીપ સાહેબ આ વખતે તેમની સાથે નથી, પરંતુ તેઓ માને છે કે, આજે પણ તેઓ સાયરા બાનોની સાથે છે.
એક લીડ અખબાર સાથે તેમણે પહેલી વાર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું છે કે, ૧૧ ઓક્ટોબરે મારી અને મારા પ્રેમાળ કોહિનૂર દિલીપ સાહેબની ૫૬મી વેડિંગ એનિવર્સરી હોત. હું એ તમામ ચાહનારાઓનો દિલથી આભાર માનું છું જેઓ અમને આટલો પ્રેમ કરે છે.
દિલીપ સાહેબ સાથે મારા લગ્ન અમારા અતૂટ સંગાથની શરૂઆત હતી અને હવે ચાહે કંઈપણ થઈ જાય, અમે હજુ પણ હાથોમાં હાથ પરોવીને, પોતાના મનમાં, વિચારોમાં સાથે ચાલીએ છીએ અને કદાચ અંતિમ સમય સુધી અમે તેમ કરતા રહીશું. દિલીપ સાહેબ મારા માટે માત્ર ગાઇડિંગ લાઇટ ન હતા, બલ્કે કેટલીય જનરેશનને પણ પોતાની ઉપસ્થિતિ અને પર્સનાલિટી દ્વારા રસ્તો ચીંધવાનું કામ કરતા હતા.
દિલીપ સાહેબ હંમેશા માટે છે આમીન. અલ્લાહ તેમને આપણા સૌની દુઆઓમાં હંમેશ યાદ રાખે. આમીન. દિલીપ કુમારને સાયરા બાનો અત્યંત પ્રેમ કરતા હતા. બંનેએ વર્ષ ૧૯૬૬માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચેની ઉંમરમાં ૨૨ વર્ષનો તફાવત હતો.
દિલીપ સાહેબનું ૭, જુલાઈ ૨૦૨૧ના રોજ લાંબી બીમારી બાદ ૯૮ વર્ષની ઉંમરમાં મૃત્યુ થઈ ગયું. દિલીપ સાહેબના નિધન બાદ સાયરા બાનો તૂટી ગયા હતા. તમને જણાવી દઈએ કે દિલીપ કુમારના અંતિમ સંસ્કારમાં બોલિવુડની કેટલીય દિગ્ગજ હસ્તીઓ જેવા કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, કરણ જાેહર, ધર્મેન્દ્ર સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા.SSS