દિલીપ છાબરિયાએ કપિલ શર્મા સાથે પણ ફ્રોડ કર્યું
મુંબઈ: મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોમેડિયન કપિલ શર્માને સમન મોકલી પૂછપરછ માટે બોલાવ્યો હતો. કપિલ શર્મા ગુરુવારે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા પહોંચ્યો હતો. મામલો જાણીકા કાર ડિઝાઈનર દિલીપ છાબરિયા સાથે જાેડાયેલો છે. દિલીપ છાબરિયા છેતરપિંડના મામલે પહેલા જ જેલના સળિયા ગણી રહ્યા છે.
કપિલ શર્માએ પણ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, દિલીપ છાબરિયાએ તેમની સાથે ફ્રોડ કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સાક્ષી તરીકે કપિલ શર્માનું નિવેદન નોંધ્યું છે. સમન બાદ કપિલ શર્મા ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો. નિવેદન નોંધાવ્યા બાદ કપિલે કહ્યું કે, ‘વર્ષ ૨૦૧૭માં અમે એક વેનિટી વેનનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે, જેમને ઓર્ડર અપાયો હતો, તેમની કોઈ અન્ય મામલામાં ધરપકડ થઈ છે.
બસ આ સંદર્ભે આ પૂછપરછ હતી. મેં પણ ફરિયાદ નોંધાવી હતી. કપિલે કહ્યું કે, મેં છાબરિયા અને તેમના તેમના સ્કેમ વિશે ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું. તે પછી મેં મુંબઈ પોલીસ કમિશનરને મળવાનો ર્નિણય કર્યો. અમે દિલીપ છાબરિયાને અમારી એક વેનિટી વેન ડિઝાઈન કરવા પણ કહ્યું હતું, જેના માટે તેમને બધું પેમેન્ટ આપી દેવામાં આવ્યું હતું. જાેકે, તેમ છતાં તે અમને ગાડી ડિલીવર ન કરી શક્યા. અમે આ સંદર્ભે પહેલા ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં પણ ફરિયાદ નોંધાવી હતી.’ જાેકે, દિલીપ છાબરિયાને કેટલા રૂપિયા અપાયા હતા
તે અંગે કપિલે કહ્યું હતું કે, તેના વિશે મારા અકાઉન્ટન્ટને વધુ માહિતી હશે. મુંબઈ પોલીસે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘કોમેડિયન કપિલ શર્માને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમન મોકલ્યું. કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાના કથિત ફ્રોડ મામલે તેમનું નિવેદન સાક્ષી તરીકે નોંધવામાં આવશે.
ડિસી ડિઝાઈનના સ્થાપક અને જાણીતા કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાની ૨૮ ડિસેમ્બરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દિલીપ છાબરિયા સામે ફ્રોડના કસ નોંધાયા છે. તેમની સામે આઈપીસીની કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) અને ૩૪ અંતર્ગત કેસ નોંધાયો છે.