દિલ્લીની ગરમીએ તોડ્યો રેકૉર્ડ, પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો

Files Photo
નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં ગરમીથી લોકોની હાલત ખરાબ છે. બુધવારે દિલ્લીમાં તાપમાન રેકૉર્ડ ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. ધૂળભરેલી આંધી છતાં શહેરના લોકોને ગરમીથી રાહત ન મળી. આંધીના કારણે દિલ્લીની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદથી આગલા અમુક દિવસોમાં પારો નીચે આવી શકે છે. આ પહેલા ૨૮ એપ્રિલે દિલ્લી સૌથી ગરમ હતુ અને તાપમાન ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ કે જે આ વર્ષનુ મહત્તમ તાપમાન હતુ. ૯ જૂને નજફગઢ અને પીતાંપુરમાં તાપમાન ૪૪.૧ અને ૪૪.૩ ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ.
હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે ૧૧ જૂનની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્ષેત્ર બનશે અને તે પૂર્વ ક્ષેત્ર તરફ આગળ વધશે જેના કારણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશમાં ૧૨ અને ૧૩ જૂને સારો વરસાદ થઈ શકે છે. આ સાથે જ એ વાતની પણ સંભાવનના વ્યક્ત કરવામાં આવી છે કે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્લી, ચંદીગઢમાં ૧૩ જૂને ભારે વરસાદ થઈ શકે છે. જાેવાની વાત એ છે કે આ ગરમીમાં દિલ્લીમાં હજુ સુધી લૂ જાેવા મળી નથી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યુ કે ૨૦૧૪ બાદ કદાત આ પહેલી વાર છે કે આ વર્ષે દિલ્લીમાં લૂ નહિ લાગે.
હવામાન વિભાગના અધિકારીનુ કહેવુ છે કે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે તાપમાનમાં ફેરફાર જાેવા મળ્યો છે. આ વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે પણ ગયા મહિને રેકૉર્ડ વરસાદ થયો હતો. રાજસ્થાનમાં ધૂળ ભરેલી આંધીના કારણે દિલ્લીની હવા પર પણ અસર જાેવા મળી છે અને તેની ક્વૉલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બુધવારે હવાની સરેરાશ ક્વૉલિટી ઈંડેક્સ ૩૦૫ હતો. જ્યારે ગુરુવારે તે ૨૦૫ હતો. તમને જણાવી દઈએ કે ૨૦૧થી ૩૦૦ વચ્ચે લેવલને ખરાબ, ૩૦૧થી ૪૦૦ વચ્ચે બહુ ખરાબ, ૪૦૧થી ૫૦૦ વચ્ચે ગંભીર શ્રેણીમાં રાખવામાં આવે છે.