દિલ્લીમાં આખી રાત ભારે વરસાદ ઠેર-ઠેર પાણી ભરાયા

Files Photo
નવીદિલ્હી, દિલ્લીમાં આખી રાત ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ગઈ છે. શુક્રવાર(૨૦ઓગસ્ટ)ની આખી રાત દિલ્લીમાં ભારે વરસાદ થયો છે અને શનિવાર(૨૧ ઓગસ્ટ)ના રોજ વરસાદનો સિલસિલો ચાલુ રહ્યો હતો આખી રાત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં.
દિલ્લી ટ્રાફિક પોલિસે ટિ્વટ કરીને માહિતી આપી છે કે આઝાદ માર્કેટમાં ૧.૫ ફૂટ પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ છે. વળી, આઈટીઓ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. પ્રગતિ મેદાન વિસ્તારમાં રસ્તા પર બહુ વધુ પાણી ભરાઈ ગયુ હતું. પાણી ભરાઈ જવાના કારણે વાહનોને ત્યાથી અવરજવરમાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી પાણી જવાના કારણે મિંટો બ્રીજ(બંને કેરિઝવે) પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી પાણી ભરાઈ જવાના કારણે મૂળચંદ અંડરપાસ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઇ હતી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં ૨૨ ઓગસ્ટથી વરસાદ ઓછો થશે. ૨૩ ઓગસ્ટના રોજ દિલ્લીમાં વરસાદી ઝાપટા થવાની સંભાવના છે. વળી, ૨૪ ઓગસ્ટના રોજ હવામાન સૂકુ રહેશે. દિલ્લીમાં ગરમીથી રાહત ૨૬ ઓગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ દિલ્લીમાં તાપમાન વધવાનુ પણ શરૂ થઈ જશે. ૨૫ અને ૨૬ ઓગસ્ટે તાપમાન દિલ્લીમાં ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે.HS