દિલ્લીમાં ઓક્સિજનના અભાવને કારણે ૨૫ દર્દીઓના મોત

Files Photo
નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોના ચેપની સ્થિતિ ખૂબ જ ભયાનક બની રહી છે. ઓક્સિજનની અછત સતત રહે છે. દરમિયાન, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર ૨૫ દર્દીઓનું મોત નીપજ્યું હતું. ઓક્સિજનનો અભાવ આ ઘટના પાછળનું સંભવિત કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરએ જણાવ્યું હતું કે, “ઓક્સિજન ભંડાર બીજા બે કલાક ચાલશે, વેન્ટિલેટર અને બીઆઈપીએપી મશીનો અસરકારક રીતે કામ કરી રહી નથી.” ગંભીર રીતે સંકટનો ભય હોવાને લીધે અન્ય ૬૦ ગંભીર બીમાર દર્દીઓ જાેખમમાં છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઓક્સિજન ખૂટી જવાને કારણે ઘણા લોકોના મોત નિપજ્યા છે. ગઈ કાલે જ નાસિકમાં પણ આવી જ ઘટના બની હતી જેમાં ૨૦ લોકોના મોત થયા હતા , જયારે ગુજરાતમાં પણ ૧૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.