દિલ્લી – મુંબઇ રાજમાર્ગ ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે : નિતીન ગડકરી
નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું છે. જે ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે. આનાથી બન્ને શહેરો વચ્ચેનું અંતર ર૮૦ કિલોમીટર ઘટી જશે. યાત્રાનો સમય ૧ર કલાક ઘટી જશે. એમણે એક કાર્યક્રમમાં કહ્યું આ રાજમાર્ગના નિર્માણ માટે જમીન અધિગ્રહણ થઇ ચુકયું છે. આ રાજમાર્ગ ગુરુગ્રામની પાસે સોહનાથી શરુ થશે આ રાજમાર્ગ રાજસ્થાન,મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, અને હરિયાણામાંથી પસાર થશે. અને જો દિલ્લી- અમદાવાદ, સુરત વડોદરા મુંબઇના રસ્તા બનાવ્યા હોત તો ભૂમિ અધિગ્રહણની લાગત છ કરોડ રુપિયા પ્રતિ એકર થાત.