દિલ્હીઃ ૨૯% લોકોના શરીરથી કોરોનાના એન્ટી બોડી મળ્યા
બીજા સર્વેમાં લોકોના શરીરમાંથી રોગપ્રતિકારક વાઈરસ મળ્યાઃ ૨૮.૩% પુરુષો, ૩૨.૨% મહિલામાં એન્ટીબોડી
નવી દિલ્હી, દિલ્હીમાં બીજી વખત કરાયેલા સીરો સર્વેમાં ૨૯.૧% લોકોમાં કોરોનાના એન્ટીબોડી મળી આવ્યાં છે. દિલ્હીની વસ્તી લગભગ ૨ કરોડ છે. જેમાંથી ૧૫ હજાર સેમ્પલ લેવાયા હતાં. ગયા વખતે કરાયેલા સીરો સર્વેમાં ૨૩.૪૮% લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા હતાં. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, બીજા સીરો સર્વેમાં ૨૮.૩% પુરુષોમાં અને ૩૨.૨% મહિલાઓમાં એન્ટીબોડી મળ્યાં છે.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ૨૯%, દક્ષિણમાં ૨૭%, દક્ષિણ-પૂર્વમાં ૩૩%, જ્યારે નવી દિલ્હીમાં ૨૪% લોકોમાં એન્ટબોડી મળ્યા છે. દિલ્હીમાં ત્રીજો સીરો સર્વે ૧લી સપ્ટેમ્બરે કરવામાં આવશે. અહીંયા પહેલો સર્વે ૨૭ જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં ૨૧ હજારથી વધુ લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૨૩.૪૮% લોકોમાં કોરોના વાઈરસના એન્ટબોડી મળ્યા હતા. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ૨૯%, દક્ષિણમાં ૨૭%, દક્ષિણ-પૂર્વમાં ૩૩%, જ્યારે નવી દિલ્હીમાં ૨૪% લોકોમાં એન્ટીબોડી મળ્યા છે. દિલ્હીમાં ત્રીજો સીરો સર્વે ૧લી સપ્ટેમ્બરે કરવામાં આવશે. અહીંયા પહેલો સર્વે ૨૭ જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. આમાંથી ૨૧ હજારથી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જેમાંથી ૨૩.૪૮% લોકોમાં કોરોના વાઈરસના એન્ટીબોડી મળ્યા હતા. કોઈ વસ્તીમાં સંક્રમણ કેટલું ફેલાયું છે, એની તપાસ માટે સીરોલોજિકલ સર્વે કરવામાં આવે છે. લોકોના લોહીમાં કોરોના વાઈરસના એન્ટીબોડી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જ્યારે વાઈરસ શરીરમાં પ્રવેશ કરે છે તો શરીર તેને ખતમ કરવા માટે પ્રોટીન બનાવે છે. જેને એન્ટીબોડી કહેવામાં આવે છે. SSS