દિલ્હીએ જરુરિયાત કરતા ચાર ગણા ઓક્સિજનની માગ કરી

Files Photo
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ઓક્સિજન ઓડિટ ટીમે આપેલા સનસનાટીભર્યા રિપોર્ટથી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે તરફથી રચવામાં આવેલી સમિતિએ કહ્યું કે કોવિડ -૧૯ માહારીની બીજી લહેર દરમિયાન જ્યારે દેશભરમાં ઓક્સિજનની અછતના કારણે બુમરાણ મચી હતી ત્યારે દિલ્હી સરકારે પોતાની જરુરિયાત કરતા ચાર ગણી વધારે માગણી કરી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હી સરકારને જરુરિયાત કરતાં વધુ ઓક્સિજનની સપ્લાય કરવાને કારણે દેશા અન્ય ૧૨ રાજ્યોમાં ઓક્સિજનની અછતનું સંકટ ઘેરાયું હતું.
ઓડિટ ટીમએ સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે કે, દિલ્હીમાં ઓક્સિજનની હકીકતમાં જરુરિયાત અને માગવામાં આવેલા ઓક્સિજન વચ્ચે મોટો તફાવત પકડાયો છે. બેડ કેપેસિટીના આધારે નિશ્ચિત કરવામાં આવેલા ફોર્મ્યુલા મુજબ દિલ્હીને ૨૮૯ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, પરંતુ દિલ્હી સરકારે ૧૧૪૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરુરિયાત હોવાનો દાવો કર્યો હતો. જે દિલ્હીની હકીકતમાં જરુરિયાત કરતા ચાર ગણો વધુ હતો.
સમિતિની આ રિપોર્ટ પછી એક તરફ જ્યાં રાજકીય વમળો ઉઠી રહ્યા છે
તો બીજી તરફ લોકો ટિ્વટર પર કેજરીવાલ સરકારને સવાલો પૂછી રહ્યા છે. જેના કારણે દિલ્હી સરકાર અને કેજરીવાલ ટ્રેન્ડ થવાના શરૂ થાય છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે અમારા સહયોગી ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આ અહેવાલને શેર કરીને લખ્યું છે કે આશા વ્યક્ત કરીએ છીએ કે સમગ્ર ભારતમાં ઓક્સિજનની સપ્લાયને બાધિત કરવાવાળાની જવાબદારી નક્કી કરવામાં આવશે. પેટ્રોલિયમ અને ઓક્સિજન સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પીઈએસઓ)એ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતીને જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (એનસીટીડી) પાસે તેની જરુરિયાત કરતા વધારે ઓક્સિજન હતો છતાં પણ તેણે અન્ય રાજ્યોના લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) ની સપ્લાયને અસર પહોંચાડી હતી. તેમણે કહ્યું કે જાે દિલ્હીની માંગ સતત પૂરી કરવામાં આવતી રહી હોત તો રાષ્ટ્રીય સ્તેર ઓક્સિજન કટોકટી સર્જાત એટલું તો ચોક્કસ હતું.
મહત્વનું છેકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે ઓક્સિજન કટોકટી બુમરાણ મચાવતી દિલ્હી સરકારને ૫ મેના રોજ સુનાવણી દરમિયાન આકરો ઠપકો આપ્યો હતો. ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવા આદેશ આપ્યો હતો. તે સમયે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ફોર્મ્યુલાના આધારે દિલ્હીને ૪૧૪ મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર છે