દિલ્હીથી-કટરા વંદે ભારત એક્ષપ્રેસનો પ્રારંભ
(પ્રતિનિધિ ) નવીદિલ્હી, વૈષ્ણો દેવી માતાના મદિરે (New Delhi to Vaishno Devi) જતા હજારો શ્રધ્ધાળુઓ માટે આજે ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) દિલ્હીથી-કતારા (New Delhi to Katra) , વંદે ભારત, એક્ષપ્રેસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વંદે ભારત એક્ષપ્રેસ શરૂ થતાં યાત્રાળુઓ માતા વૈષ્ણો દેવી જતા ૪ કલાકનો સમય બચશે. નવીદિલ્હીથી ઉપડેલી આ વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેન કટારા માત્ર ૮ કલાકમાં જ પહોંચશે.
આ ગાડીમાં ૧૬ ડબ્બા અને ૧૧૦૦ જેટલી બેઠકો હશે. જેમાં ૭૮ બેઠકો ચેરકાર તથા બાકીની બેઠકો એક્ઝિક્યુટીવ વર્ગની હશે. ચેરકારનું ભાડું રૂ.૧૬૩૦ તથા એક્ઝિક્યુટીવ કલાસનું ભાડુ રૂ.૩૦૧પ રાખવામાં આવ્યુ છે.