દિલ્હીથી ફલાઈટમાં ચોરી કરવા આવતા અને ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાતા બે ચોર ઝડપાયા
(એજન્સી) અમદાવાદ, નવાબી શોખ પુરા કરવા ચોરીના રવાડે ચઢેેલી ચોર ટોળકીના બે સાગરીતોની મણીનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછમાં તેમણે કબુલ્યુ હતુ કે આ ટોળકીએ ર૦૧૮માં ૩પ લાખની ચોરી કરી હતી. તેઓ અમદાવાદથી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતા હતા અને ચોરીને અંજામ આપ્યા બાદ કેબ અથવા તો ટ્રેનમાં જ ફરાર થઈ જતાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી તાળુ તોડવાનૃ હથિયાર, ડીસમીસ, બે મોબાઈલ અને એક બેગ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
મણીનગર પીઆઈના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૧૮માં ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ તેમજ રિઝવાન અને શાહનવાઝ નામના તસ્કરોએ રૂા.૩પ લાખની મતાની ચોરી કરી હતી. ગત મંગળવારે આ ટોળકીના બે સાગરીત ભરત અને ઝાહેદ મણીનગરમાં ચોરી કરવા માટે ફરી રહ્યા હતા ત્યારે એક કોન્સ્ટેબલે તેમને ઝડપી પાડ્યા હતા.બંન્ને ચોરોએ ગત જૂન માસમાૃ જ મણીનગરના ચાણક્ય ફલેટમાં અઢી લાખની મત્તાની ચોરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજમા આ બંન્ને ચોર દેખાયા હતા. અને પોલીસ કોન્સ્ટેબલે બંન્નેની અટકાયત કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએે કબુલ્યુ કે તે દિલ્હીથી ફલાઈટ મારફતે અમદાવાદ આવતા અને ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાતા હતા. બાદમાં અલગ અલગ વિસ્તારમાં રેકી કરીને ચોરીનો પ્લાન તૈયાર કરતા હતા.
અગાઉ આવી જ રીતે આ ચોરોએે ૩પ લાખની મત્તની ચોરી કરી હતી. મણીનગર પોલીસે આરોપીઓ પાસેથીે તાળુ તોડી શકાય એવુૃ હથિયાર, ડીસમીસ, બે મોબાઈલ ફોન, એક બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ભરત ચૌધરી, ઉતરપ્રદેશના ગાઝીયાબાદનો રહેવાસી છે. અને ઝાહેદ ખાન પઠાણ નોર્થ ઈસ્ટ દિલ્હીનો રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે. તેઓ પોતાના નવાબી શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચઢ્યા હોવાનુૃ તપાસમાં સામે આવ્યુ હતુ.