દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટના બાથરુમમાં યુવકે સિગારેટ સળગાવતા ધમાચકડી મચી
લાંબો સમય સુધી બહાર ન આવતા ભાંડો ફૂટ્યો
યુવકની પૂછપરછ કરતા તેણે બાથરૂમમાં સ્મોકિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી
સુરત, ફ્લાઈટમાં જ્વલનશીલ પદાર્થ લઈ જવાની મનાઈ હોય છે તેમ છતાં પશ્ચિમ બંગાળનો એક યુવક દિલ્હીથી સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સિગારેટ લઈ બેઠો હતો. એટલું જ નહીં આ યુવકે ચાલુ પ્લેનમાં બાથરૂમમાં જઈ સિગારેટ સળગાવી સ્મોકિંગ કર્યુ હતું. આ હકીકત ઉઘાડી પડતાં પ્લેનમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોના જીવ જોખમમાં મુકનાર યુવક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. ૧૦ એપ્રિલના રોજ રાત્રે ૯.૪૫ કલાકે એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ૫૧૫૬૯ સુરત આવવા ઉડી હતી.
આ પ્લેનની સીટ નં. ૨૮ એફમાં કૌસ્તવ સત્યજીત બિસ્વાસ (ઉં.વ. ૨૩, રહે ગામ ખાન્ટુરા ગોરબરડાંગા નોર્થ ૨૪ પરગણા પશ્ચિમ બંગાળ) બેઠો હતો. આ યુવક છુપી રીતે પ્લેનમાં સિગારેટ તથા માચીસ બોક્સ લઈ પ્રવેશ્યો હતો. ચાલુ ફ્લાઈટે બાથરુમાં સિગારેટ સળગાવી સ્મોકિંગ કર્યું હતું. ઘણા સમયથી યુવક બાથરૂમમાં હોય અન્ય પેસેન્જરે ક્› મેમ્બરને જાણ કરી હતી.
ક્› મેમ્બરે બાથરૂમ ખખડાવતા યુવકે દરવાજો ખોલ્યો હતો ત્યારે અંદરથી સિગારેટના ધુમાડા ઉડતા હતા. ગંધ આવતી હતી. યુવકની પૂછપરછ કરતા તેણે બાથરૂમમાં સ્મોકિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી. ફ્લાઈટ સુરત એરપોર્ટ ઉપર લેન્ડ કર્યા બાદ ક્› મેમ્બરે આ અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસ સ્ટાફના માણસોને જાણ કરી હતી. પેસેન્જર્સની જિંદગી જોખમાય તે રીતે ઉડતા પ્લેનના બાથરૂમમાં સ્મોકિંગ કરનાર યુવક કૌસ્તવ સત્યજીત બિસ્વાસ વિરુદ્ધ બાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે પોલીસ ફરિયાદ કરી હતી. તેની સામે આઈપીસીની કલમ ૧૭૯ હેઠળ કે જેમાં છ મહિનાની સજા અને એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે, તે મુજબ ગુનો નોંધાયો હતો.ss1