Western Times News

Gujarati News

દિલ્હીનામ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે

અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં ૧૪મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેના ઉદ્‌ઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.

કેજરીવાલનું સવારે ૧૦.૨૦ કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપમાં જાેડાવાની શક્યતા છે અને સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.