Western Times News

Gujarati News

દિલ્હીના ડે.CM મનીષ સિસોદિયાની હેલ્મેટ વગર બાઇક રેલી

નવી દિલ્હી, નવી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ભાગ રૂપે એક બાઇક રેલી યોજી હતી જેમાં એક પણ વ્યક્તિએ હેલ્મેટ પહેરી નહોતી. ખુદ દિલ્હીવાસીઓએ સોશ્યલ મિડિયા પર સિસોદિયાની ઝાટકણી કાઢી હતી કે તમને ટ્રાફિકના નિયમનો ભંગ કરવાનો અધિકાર કોણે આપ્યો એ તો કહો. ખુદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન પોતે ટ્રાફિકના કાયદાનો ભંગ કરી રહ્યા હોય એ હકીકત દિલ્હીવાસીઓને ગમી નહીં એવું ટ્વીટર પરના સંદેશાઓ પરથી સમજી શકાતું હતું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે જીવન મરણના સવાલ જેવી બની રહી જણાય છે. જો કે ઓપિનિયન પૉલમાં આપને બહુમતી મળશે એેવો વર્તારો કરાયો હતો. અલબત્ત, અગાઉ એક કરતાં વધુ વખત આવા ઓપિનિયન પૉલ ખોટા પડ્યા છે. અખબારી તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાતું હતું કે સિસોદિયાએ બાઇક દોડાવતી વખતે હેલ્મેટ પહેરી નથી. રેલીમાં એમની સાથે બાઇક ચલાવનારા ઘણાએ હેલ્મેટ પહેરી નહોતી.  મતદારોએ આ વાતની નોંધ લઇને સિસોદિયાને ટ્રોલ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.