Western Times News

Gujarati News

દિલ્હીના દિલમાં કેજરીવાલઃ સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી તરફ ‘આપ’ની કૂચ

દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી તરફ ‘આપ’ની કૂચ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટેની ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી તથા ભાજપ અને કોંગ્રેસ દ્વારા સઘન ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને શાહીનબાગના ઉગ્ર પ્રદર્શનના પગલે સુરક્ષા કવચ વચ્ચે મતદાન થયું હતું આજે સવારથી જ આ તમામ બેઠકો માટે મતગણતરી શરૂ થતા પ્રારંભથી જ ત્રીજી વખત દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર રચે તેવુ ચિત્ર ઉપસી રહયું છે.

મતગણતરીના પ્રારંભથી જ બહુમતી કરતા વધુ સીટો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો સરસાઈ ધરાવતા હોવાથી પાર્ટી કાર્યાલય પર સવારથી જ ઉજવણીનો માહોલ જાવા મળી રહયો હતો અને તમામ  અેક્ઝિટ  પોલ આ વખતે સાચા પડતા નજરે પડી રહયા હતાં. આપ નું કાર્યાલય સવારથી જ શણગારી દેવામાં આવ્યું હતું ત્યારે બીજીબાજુ ર૦૧પમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ૩ બેઠકો મળી હતી.

પરંતુ આ વખતે તેમાં નોંધપાત્ર વધારો થયો છે જયારે કોંગ્રેસ આ વખતે પણ ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. એક માત્ર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સરસાઈ ધરાવતા થયા હતા પરંતુ મતગણતરી આગળ વધતા તેમાં પણ નિરાશા સાંપડી હતી. આમ દિલ્હીના દિલમાં ફરી એક વખત કેજરીવાલ વસેલા હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.

દેશના પાટનગર દિલ્હીને વિધાનસભાનો દરજ્જા આપવામાં આવ્યા બાદ દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે ખરાખરીનો જંગ ખેલાતો હોય છે છેલ્લી પ ચૂંટણીમાં પ્રથમ બે ટર્મમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી જયારે બે ટર્મમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ હતી અને આ વખતે પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાય તેવુ સ્પષ્ટ મનાઈ રહયું છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદે જે.પી. નડ્ડાની નિયુક્ત  થયા બાદ તેમની આગેવાનીમાં આ પ્રથમ ચૂંટણી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હીમાં સઘન ચૂંટણી પ્રચાર કર્યો હતો જયારે બીજીબાજુ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ દિલ્હીમાં અનેક જાહેરસભાઓ યોજવામાં આવી હતી.

જેના પગલે દિલ્હીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવુ જણાતુ હતું ત્રણેય પક્ષોએ કરેલા સઘન ચૂંટણી પ્રચાર બાદ તમામ પક્ષોના આગેવાનોએ જીત ના દાવા કર્યાં હતાં. બીજીબાજુ દિલ્હીમાં સાહીનબાગ ખાતે ઉગ્ર પ્રદર્શન ચાલી રહયું છે જેની અસર પણ ચૂંટણી પર પડે તેવુ જણાતું હતું.

ચાંપતા બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું પરંતુ અપેક્ષા કરતા ઓછુ મતદાન થતા ભાજપની છાવણીમાં થોડી નિરાશા જાવા મળતી હતી જયારે આમ આદમી પાર્ટીના અગ્રણી અને મુખ્યમંત્રી કેજરીવાલે ફરી આપ ની સરકાર રચાશે તેવો દાવો કર્યો હતો.  ત્રણેય પક્ષોના નેતાઓના દાવા વચ્ચે આજે સવારથી જ મતગણતરી શરૂ થઈ હતી સૌ પ્રથમ બેલેટ પેપરોની મતગણતરી શરૂ થતા પ્રાથમિક તબક્કાથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતાં.

બેલેટ પેપરોની મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. ઈવીએમના મતોની ગણતરી શરૂ થતા જ તેમાં પણ આપ ની સરકાર રચાય તેવી પરિસ્થિતિ  જાવા મળી હતી. મતદાન થયા બાદ તમામ એકઝિટ પોલ આવ્યા હતા અને તમામ એક્ઝિટ પોલમાં દિલ્હીમાં ફરી વખત આપ ની સરકાર રચાય તેવુ તારણ રજુ કરવામાં આવ્યું હતું.

સવારથી જ મતગણતરી શરૂ થતા આ તમામ એક્ઝિટ  પોલ સાચા પડતા જાવા મળ્યા હતાં. નવી દિલ્હીની સીટ પર સતત ત્રીજી વખત ચૂંટણી લડતા આપ ના અગ્રણી અને મુખ્યમંત્રી કેજરીવાલ પ્રારંભથી જ હરીફ ઉમેદવારો પર સરસાઈ ધરાવતા હતા આ સીટ પરથી જે ઉમેદવાર જીતે તે મુખ્યમંત્રી બને છે તેવુ મનાય છે અગાઉ પણ કેજરીવાલ બે વખત અને શીલા દિક્ષીત બે વખત ચૂંટણી લડીને જીત્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા અને આ વખતે પણ કેજરીવાલ પ્રારંભથી જ સરસાઈ ધરાવતા હતાં.

ભાજપના અગ્રણી મનોજ તિવારી દ્વારા દિલ્હીમાં આ વખતે ભાજપ સરકાર બનાવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ પ્રારંભથી જ આપ ના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા જાકે ગત ચૂંટણીમાં ભાજપને માત્ર ૩ સીટો મળી હતી પરંતુ આ વખતે ૧પ થી પણ વધુ સીટો પર ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા જેથી ગત ચૂંટણી કરતા આ વખતે ભાજપનો દેખાવ સારો રહયો છે.

ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સઘન ચૂંટણી પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંખ્યાબંધ સભાઓને સંબોધી  હતી અને રોડ શો પણ કર્યાં હતાં. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં સઘન ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ મતગણતરી શરૂ થતા કોંગ્રેસ ખાતુ પણ ન ખોલાવી શકે તેવી સ્થિતિ  જાવા મળતી હતી ત્યારે બીજી બાજુ આપ ના કાર્યાલયમાં સવારથી જ ઉજવણીનો માહોલ જાવા મળતો હતો જયારે કોંગ્રેસના કાર્યાલય પર સન્નાટો છવાઈ ગયો છે.

આપ ના અગ્રણી કેજરીવાલે દિલ્હીમાં ફેલાતા પ્રદુષણને ધ્યાનમાં રાખી ગઈકાલે જ તમામ કાર્યકરોને જીતની ઉજવણીમાં ફટાકડા નહી ફોડવા સુચના આપી હતી. દિલ્હીની બલીમારન એક માત્ર બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ભારે રસાકસી જાવા મળી હતી પરંતુ બે રાઉન્ડ બાદ આ બેઠક પર આપ ના ઉમેદવાર સરસાઈ ધરાવતા થઈ ગયા હતા જેથી આ વખતે પણ કોંગ્રેસને ભારે નિરાશા સાંપડી છે.

ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ત્યારે પ૧ બેઠકો પર આપ ના ઉમેદવારો જયારે ૧૯ બેઠક પર ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા. આ લખાય છે ત્યારે પણ હજુ મતગણતરી ચાલુ છે પરંતુ બહુમતી કરતા પણ વધુ બેઠકો પર આપ ના ઉમેદવારો સરસાઈ ધરાવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.