દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ ખુદને આઇસોલેટ કર્યા
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદયાને તાવ આવતા તેઓ આજે બોલાવવામાં આવેલ વિધાનસભા સત્રમાં હાજર રહ્યાં ન હતાં કોવિડ ૧૯ના કારણે આ વખતે સત્ર એક દિવસનું જ રાખવામાં આવ્યું હતું. તાવ હોવાને કારણે નાયબ મુખ્યમંત્રીએ ખુદને આઇસોલેટ કરી દીધા છે. આજે તેઓ એક દિવસના વિધાનસભામાં પણ ભાગ લીધો ન હતો. આજે બોલાવવામાં આવેલ સત્રમાં પ્રશ્નોતરી સામેલ કરવામાં આવી ન હતી. જાે કે ધારાસભ્યોને નિયમ ૨૮૦ હેઠળ પોતાની વાત રાખવાની તક આપવામાં આવી હતી સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી દિલ્હી માલ અને સેવા કર સંશોધન વિધેયક ગૃહમાં રાખનાર હતાં પરંતુ તબીયત ઠીક ન હોવાથી તેઓ ગૃહમાં સામેલ થયા ન હતાં.
સત્ર દરમિયાન વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈન ૨૦૨૦-૨૧ માટે લાગુ નવી વિજળી દરોનું જાહેરનામુ ગૃહના પટલ પર રાખ્યુ હતું અને કેટલાક સંસ્થાઓની વાર્ષિક રિપોર્ટ પણ ગૃહમાં રાખવામાં આવ્યો હતો જયારે કોવિડ મેનેજમેંટને લઇ જે પ્રકારે દિલ્હી સરકારે કામ કર્યું છે તે મોડલ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.એ યાદ રહે કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની પ્રથમ પ્રાથમિકતા કોરોના પર અંકુશ લગાવવાનો છે દિલ્હીમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે.HS