દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ બાદ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા ગુજરાત આવશે
અમદાવાદ: ગુજરાતમાં દિલ્હી આપના નેતાઓના આટાંફેરા વધ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી બાદ નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાત આવશે. મળતી વિગત પ્રમાણે, આવતીકાલે નાયબ મનિષ સિસોદીયા ગુજરાત આવી રહ્યા છે. મનિષ સિસોદીયા સુરતમાં સામાજિક કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ અનેક મોટા લોકો આપમાં જાેડાય તેવી પણ ચર્ચા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમા ખાસ કરીને આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા તો અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈસુદાન તેમજ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં વિજય સુવાળાને પણ આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાંજ પત્રકાર ઈસુદાન ગઢવી આમઆદમી પાર્ટીમાં જાેડાયા છે. જેથી તેમના જાેડાયા બાદ આમ આદમી પાર્ટીમાં વધારે લોકો જાેડાઈ રહ્યા છે. વિજય સુવાળા સિવાય વસો તાલુકાના લવાલ ગામના સરપંત મહિતપસિંહ ચૌહાણ પણ આપમાં જાેડાયા છે. આ બધીજ વાતોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે.
પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ પાર્ટીમાં નવયુવાનોને જાેડી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટીમાં વધારેમાં વધારે લોકો જાેડાય તેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીમાં જાેડાયેલા વિજય સુવાળાએ એવું કહ્યું કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જમીન તેમજ લોકો સાથે જાેડાયેલા છે.
આ ઉપરાંત વિજય સુવાળાએ એવું પણ કહ્યું કે સમાજમાં દરેક વર્ગને સાથી રાખીને ચાલનાર આમઆદમી પાર્ટી સાથે આજે હું જાેડાયુ છું. ઉલ્લેખનીય છે કે હાલ આમ આદમી પાર્ટી ચૂટણીની જાેરશોરથી તૈયારી કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાઈ પણ રહ્યા છે.