દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તર પર પહોંચ્યુ

File
નવીદિલ્હી, સવારે ૯ વાગ્યાના આંકડામાં શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ ૩૪૩ નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારમાં આ સ્તર ૩૨૧, ચાંદની ચોકમાં ૨૭૩, દ્વારકામાં ૨૭૩ અને મુંડકા વિસ્તારમાં ૨૮૮ છે. આ વિસ્તારોમાં પીએમ૨.૫ પ્રમુખ પોલ્યુટેન્ટ છે.
ખાસ વાત એ છે કે, આ પ્રદૂષણ થોડા દિવસ અગાઉ થયેલા વરસાદની રાહત, પરાળી માટે સમાધાન અને દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા તમામ અભિયાનો ઉપરાંત થઈ રહ્યું છે.શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ ૩૪૩ નોંધવામાં આવ્યો.
દિવાળી પહેલા જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. નિષ્ણાતોના મતે, આ સમયે વિશેષ રીતે નવેમ્બરના મહિનામાં અહીં પ્રદૂષણ માટે એક નહીં, પરંતુ અનેક ફેક્ટર જવાબદાર હોય છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક વિવેક ચટ્ટોપાધ્યાય આની પાછળ ઋતુની ગતિવિધિઓ અને દિલ્હીની ભૌગોલિક સ્થિતિના વિષયમાં પણ જણાવે છે. આ પ્રદૂષણથી પીછો છોડાવવા દર વર્ષે પ્રયાસ થાય છે તો રાજનીતિ પણ થાય છે, પરંતુ જમીની હકીકત એક વાર ફરી લોકોની સામે છે.આ અગાઉ થોડા દિવસ પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે દિલ્હીમાં દિવાળી માટે ફટાકડા નહીં દીવા પ્રગટાવો અભિયાનની શરૂઆત કરી છે.HS