દિલ્હીની એઈમ્સમાં બાળકના ભોજનમાંથી વંદો મળ્યો

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ટ્વીટર યુઝરે વીડિયો અને તસવીર સાથે આની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી
નવી દિલ્હી, દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ)માં ચાર વર્ષીય બાળકને આપવામાં આવેલા ભોજનમાં કોકરોચ મળવાથી અફરાતફરી મચી ગઈ છે. બાળકને પીરસવામાં આવેલી દાળમાં કોકરોચ મળ્યો હતો. જેની ફરિયાદ પર હોસ્પિટલ તંત્રએ તપાસ શરૂ કરી દીધી છે.
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ટ્વીટર યુઝરે વીડિયો અને તસવીર સાથે આની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી. ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાર વર્ષના બાળકને પીરસવામાં આવેલી દાળમાં વંદો મળ્યો.
Cockroach found in meal served to four-year-old child post surgery at AIIMS in Delhihttps://t.co/6fZ0gh92Yt
— Pardaphash News (@HindiPardaPhash) November 15, 2022
યુઝરે ફોટો શેર કરી ટ્વીટ કરી છે કે રાષ્ટ્રીય રાજધાનીની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દયનીય અને ભયાવહ સ્થિતિ, પેટની મુખ્ય સર્જરી બાદ પહેલા ભોજન તરીકે ચાર વર્ષના બાળકને કોકરોચ દાળ પીરસવી ચોંકવનારુ છે.
એઈમ્સ વહીવટીતંત્રએ આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. જાેકે આ પહેલીવાર નથી બન્યુ કે એઈમ્સના ભોજન પર પ્રશ્ન ઉભા થયા હોય. અગાઉ પણ રેજિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.