દિલ્હીની ચુંટણીમાં સૌથી વધુ ઉંમરની મહિલાએ મતદાન કર્યું
નવીદિલ્હી, મતદાન એ નાગરિકના અધિકાર હોવા ઉપરાંત જે તે નાગરિકની દેશ માટેની ભક્તિ અને ફરજનો ભાગ પણ છે. મતદાન કરી લોકો દેશ માટેની ફરજ પુરી કરતા હોય છે. ત્યારે યુવાનો તો ઠીક વૃદ્ધો પણ આ ફરજ પુરી કરવામાં ક્યાકેય પાછા નથી પડતા એવું સાબિત થયું છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં . દિલ્હીમાં સૌથી મોટી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે યુવાનો તો ઠીક વૃદ્ધોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. યુવાન હોય અથવા ૧૦૦થી વધુ વર્ષના વૃદ્ધ તમામ લોકો મતદાન કરવા માટે બુથ પર પહોંચી રહ્યા હતાં ત્યારે બાદરપુર વિસ્તારમાં રહેતા ૧૦૮ વર્ષના વૃદ્ધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો બીજી તરફ ૧૧૦ વર્ષની ઉમરમાં સી. આર.પાર્ક વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ મતદાધિકારનો ઉપયોગ કર્યો. કાલિતાર મંડલે અત્યાર સુધી તમામ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અને આજે મતદાન કરવા માટે તેઓ વહેલી સવારથી તૈયાર થઈને બેઠા હતા.