દિલ્હીની ચૂંટણી પછી CID ક્રાઈમ કેસની ગુથ્થી ઉકેલાઈ હોવાની જાહેરાત કરે તો નવાઈ નહિ…..?
યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે
સીઆઈડી ક્રાઈમ ના અધિકારીઓ અને કર્મચારીઓ સતત અરવલ્લી જીલ્લા સહીત અન્ય રાજ્યોના સંભવિત સ્થળોએ તપાસનો દોર લંબાવ્યો છે સીઆઈડી ક્રાઈમ ગુન્હાનો ભેદ ઉકેલવાના આરે પહોંચી હોવાનું અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી સાયરા કેસનું સાચું તથ્ય બહાર આવે તેવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી સાયરા કેસમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ સીઆઈડી ક્રાઈમની પકડથી દૂર રહેતા સીઆઈડી ક્રાઈમની કામગીરી સામે પીડિત પરિવાર અને અનુ.જાતિ સમાજના લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે
હાલ ૮ ફેબ્રુઆરીએ યોજાનાર દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ પહોંચ્યો છે અને આજે સાંજે ૬ વાગ્યા પછી ચૂંટણીના પ્રચાર પડઘમ સમી જશે સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતી અપમૃત્યુ કેસના પડઘા ગુજરાત સહીત સમગ્ર દેશમાં પડ્યા હતા યુવતીની લાશ મળ્યા બાદ અપહરણ,સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ગુન્હો નોંધાતા ભારે ચકચાર મચી હતી આ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહ ના ગૃહ રાજ્યમાં બની હોવાથી તેની અસર દિલ્હીની ચૂંટણીમાં પડે તેવી સંભાવનાના પગલે સીઆઈડી ક્રાઈમ સમગ્ર કેસ બાબતે કઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહી હોવાની અને ૮ ફેબ્રુઆરી પછી સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતી અપમૃત્યુ કેસ અંગે કોઈ ઘટસ્ફોટ કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી
મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમે મોડાસા પહોંચી ધમધમાટ શરુ કર્યો હતો
જેમાં પ્રથમ ૩ દિવસના રિમાન્ડ દરમિયાન મૃતક યુવતી અને આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોવાની સાથે સતત વાતો થતી હોવાના સીડીઆર રિપોર્ટના આધારે પુરાવા મળતા વધુ ત્રણ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપતાં ૩ દિવસના રિમાન્ડમાં સીઆઈડી ક્રાઈમની ટીમે મૃતક યુવતીની બહેનની સઘન પૂછપરછ પછી ત્રણે આરોપીઓને ગાંધીનગર તપાસ અર્થે લઈ ગઈ હતી રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમને મહત્વની કડીઓ પ્રાપ્ત થઈ હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી