દિલ્હીની ટીકરી બોર્ડર પર શરૂ થયો કિસાન મોલ
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીની ટીકરી બોર્ડર પર કિસાન મોલ શરૂ કરાયો હતો. ખેડૂતોને જીવનજરૂરી તમામ ચીજો અહીં મફત મળશે એવી જાહેરાત કરાઇ હતી.
આ કિસાન મોલ ખાલસા એઇડ નામની એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મોલના મેનેજર ગુરુચરણે કહ્યું કે ટુથ બ્રશ, ટુવાલ, નહાવા-ધોવાના સાબુ, તેલ, શેમ્પુ, વેસેલિન, મફલર, હિટીંગ પેડ, ગોઠણ પર પહેરવાની ની કેપ, થર્મલ સૂટ, શાલ અને કંબલ સહિતની તમામ ચીજો અહીં ખેડૂતોને મફત મળી શકશે.
છેલ્લા એક મહિનાથી ખેડૂતો દિલ્હીના સીમાડે આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ઘડેલા નવા કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે ખેડૂતો કાતિલ ઠંડીમાં પણ આ વિસ્તારોમાં અડ્ડો જમાવીને બેઠા હતા. હવે તેમની વહારે ખાલસા એઇડ નામની એનજીઓ આવી હતી અને તેમને જીવન જરૂરી ચીજો મફત આપવાની જાહેરાત કરી હતી.
તેમણે વધુમાં એવી માહિતી આપી હતી કે અમે સ્વયંસેવકોની મદદથી ખેડૂતોને ટોકન આપીએ છીએ.એ ટોકનની મદદથી ખેડૂતો પોતાને જોઇતી ચીજો મફત મેળવી શકે છે.