દિલ્હીની રોહિણી કોર્ટમાં બ્લાસ્ટ થતાં બે લોકો ઘાયલ
નવીદિલ્હી, સવારે દિલ્હીની રોહિણી કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. કોર્ટના રૂમ નંબર ૧૦૨ની બહાર અચાનક વિસ્ફોટ થતાં લોકો દહેશતમાં આવી ગયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર લેપટોપ બેગમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના બાદ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ માટે કેબિનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોની સુનાવણી અટકાવી દેવામાં આવી છે.
આ વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વિસ્ફોટ કેવી રીતે થયો તેની કોઈ નક્કર માહિતી નથી.
કોર્ટમાં થયેલા બ્લાસ્ટને લઈને કેટલાક લોકોનું કહેવું છે કે કદાચ લેપટોપમાં બ્લાસ્ટ થયો હશે પર દિલ્હી પોલીસે સ્થળને કોર્ડન કરીને સુરક્ષા વધારી દીધી છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તે જ સમયે, ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, તેમને ૧૦ઃ૪૦ વાગ્યે બ્લાસ્ટનો કોલ મળ્યો છે. જે બાદ ૭ વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા હુમલાખોરોએ રોહિણી કોર્ટમાં ગોગી ગેંગના ગેંગસ્ટર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે જ સમયે, દિલ્હી પોલીસે ગોગી પર હુમલો કરનારા બંને હુમલાખોરોને સ્થળ પર જ ઠાર માર્યા હતા.HS