દિલ્હીની હિંસા વચ્ચે અમિત શાહ એક્શનમાં

File
નવી દિલ્હી: દિલ્હીમાં વિવિધ વિસ્તારોમાં વ્યાપક હિંસા થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જારદારરીતે સક્રિય થઇ ગયા છે. આજે હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા બેઠકોનો દોર ચાલ્યો હતો. અમિત શાહ ગઇકાલ રાતથી જ સક્રિય થઇ ગયા છે. ગઇકાલે મોડી રાત્રે ૧૦ વાગ્યાથી બેઠકો ચાલી રહી છે.
આજે પણ ઉત્તરપૂર્વીય દિલ્હીમાં હિંસા, તોડફોડ, આગ અને પથ્થરમારાની ઘટનાઓ જારી રહી હતી. ઘટનાઓના દોર વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટની બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ પોતે ૧૪ કલાકમાં બે બેઠક યોજી ચુક્યા છે. કેજરીવાલે પણ ધારાસભ્યો અને અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી. મોડેથી કેજરીવાલ અમિત શાહની સાથે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
કેજરીવાલે કહ્યું હતું કે, અણિત શાહે વધુ સંખ્યામાં પોલીસ જવાનો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. મોજપુર અને બાબરપુર વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે સામ સામે ગોળીબાર થયો છે. દુકાનોમાં લૂંટફાટ પણ કરવામાં આવી છે. ઘોડાચોક વિસ્તારમાં મિની બસ અને ઇ રિક્ષાને ફૂંકી મારવામાં આવી હતી. ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારમાં હિંસા પર કાબુ મેળવી લેવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે વિસ્તારપૂર્વક બેઠકો યોજી છે. તેઓએ અરવિન્દ કેજરીવાલ સાથે પણ બેઠક કરી છે.