દિલ્હીની હોસ્પિટલમાં ૮૦ કર્મચારી કોરોનાગ્રસ્ત, રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા ૧ ડોક્ટરનું મોત
નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે. આ દરમિયાન સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના ૮૦ સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. ત્યારે એક ડોક્ટરનું કોરોનાથી મોત થયુ છે. આ બાદ હોસ્પિટલના અનેક કર્મચારીઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
હોસ્પિટલના પ્રમુખ સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પીકે ભારદ્વાજે મીડિયાને જણાવ્યુ કે હોસ્પિટલમાં વરિષ્ટ ડોક્ટર એકે રાવતનું શનિવારે કોરોનાથી નિધન થયુ છે. ભારદ્વાજ અનુસાર, ડોક્ટર રાવતના રસીના બન્ને ડોઝ લીધા હતા. આ બાદ પણ કોરોના તેમને ભરખી ગયો. તેમણે કહ્યુ કે ગત એક મહિનામાં હોસ્પિટલના ૮૦ કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.
ત્યારે દિલ્હીમાં વધતા કોરોનાના મામલાને જાેતા દિલ્હી સરકારે રવિવારે ૧૩ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી દીધી છે. સાથે હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો છે કે તે કોરોના એપ પર બેડની સંખ્યાના વિષયમાં યોગ્ય જાણકારી આપે.
સરકારે જણાવ્યુ કે લોકનાયક, જીટીબી, રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી, આંબેડકર હોસ્પિટલ, બુરાડી હોસ્પિટલ, આંબેડકર નગર હોસ્પિટલ, દિનદયાલ હોસ્પિટલ, દેશબંધુ હોસ્પિટલ, સંજય ગાંધી હોસ્પિટલ, આચાર્ય ભિક્ષુ હોસ્પિટલ, એસઆરસી હોસ્પિટલ અને જેએએસએસ હોસ્પિટલમાં બેડ વધારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ ૧૩ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના કુલ ૭૪૫૦ બેડ આરક્ષિત છે.
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મંજિંદરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે, મંગળવારે વધુ ૧૦૦ પથારી ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કેર સેન્ટરનું સંચાલન દિલ્હી સરકારની લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલના ૫૦ ડોકટરો કરી રહ્યા છે. તેમના સહકાર માટે ૧૫૦ નર્સો અને વોર્ડ બોયઝની ટીમ પણ તૈનાત કરાઈ છે.
સિરસાએ જણાવ્યું હતું કે તમામ પથારીમાં ઓક્સિજન સુવિધા છે. આને ૧૫૦ ડી-પ્રકારનાં સિલિન્ડરથી જાેડવામાં આવ્યા છે. કોવિડ -૧૯ દર્દીઓની સારવાર માટે, રેમડેસવીર અને ફેબિફ્લુ જેવી જરૂરી દવાઓ પણ ગોઠવવામાં આવી છે.
તેમણે કહ્યું, “જે દર્દીઓને પ્રતિ મિનિટ ૨૦ લિટર ઓક્સિજનની જરૂર હોય છે, તેઓની અહીં સારવાર કરી શકાય છે.” સારવાર, એમ્બ્યુલન્સ સેવા અને ભોજન માટેની વ્યવસ્થા સંપૂર્ણપણે મફત રહેશે. ”સિરસાએ કહ્યું કે અભિનેતા અમિતાભ બચ્ચને કોવિડ સેન્ટર માટે બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.