દિલ્હીને ૭૦૦ ટન ઓક્સિજન પુરો પાડવા કેન્દ્રને સુપ્રીમનો હુકમ
નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. માત્ર એટલું જ નહીં પરંતુ ઓક્સિજનના અછતના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. તેવામાં દિલ્હીની હોસ્પિટલોની અંદર ઓક્સિજનની અછતનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. દિલ્હી હાઇકોર્ટમાં સતત આ મુદ્દે સુનવણી થઇ રહી છે, ત્યારે બુધવારે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં ગઇ હતી. સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે આજે સુનવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે
દિલ્હીની જરુરિયાત પ્રમાણે ઓક્સિન પુરો પાડવામાં આવે. સાથે જ આવતી કાલે એટલે કે ગુરુવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યા સુધીમાં પુરો પ્લાન આપવાનું કહ્યું છે. સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે દિલ્હીની માંગ વધારે છે, જે પ્રમાણે સંસાધનની જરુર છે. જના પર જસ્ટિસ્ટ શાહે ટિપ્પણી કરતા કહ્યું કે આ રાષ્ટ્રીય આપત્તિ છે. ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે. કેદ્ર પોતાની રીતે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અત્યારે ઓક્સિજનની અછત છે. તેવામાં તમે આવતી કાલે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે ઓક્સિજનની વ્યવસ્થાનો પુરો પ્લાન જણાવો.
સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે દિલ્હી ૫૦૦ મેટ્રિક ટન ઓક્સિજનથી કામ ચલાવી શકે છએ. જેના પર જસ્ટિસ્ટ ચંદ્રચૂડે સ્પષ્ટ ના પાડી ને કહ્યું કે અને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પુરો પાડવાનો આદેશ આપ્યો છે, અમે તેનાથી પાછળ ના હટી શકે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપે, તેનાથી ઓછો અમને મંજૂર નથી. અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હીને ઓક્સિજનની સપ્લાઇ માટે કમિટી બનાવી શકે છે. જેમા ખાનગી ડક્ટરો અને નિષ્ણાંતો સામેલ હોય.
કોર્ટે કહ્યું કે તમે આ કમિટીનું નામનું સૂચન કરી શકો છો. જસ્ટિસ્ટ ચંદ્રચૂડે કહ્યું કે અત્યારે જાે અમે અસાહયતાનો અનુભવ કરીએ છીએ, તો લોકોની સ્થિતિ કેવી હશે? આ સિવાય સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટની અંદર ખોટી માહિતિ રજૂ કરવાને લઇને કન્દ્ર સરકારને ફટકાર લગાવી.