Western Times News

Gujarati News

દિલ્હીમાં અઠવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો

Files Photo

નવી દિલ્હી:દિલ્હીમાં પાછલા અઠવાડિયામાં નોંધાયેલા કેસ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરનો અંત આવ્યો હોઈ શકે છે. દિલ્હીમાં પાછલા ૫ અઠવાડિયાથી કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો હતો. દિલ્હીમાં પાછલા અઠવાડિયામાં (૧૫-૨૨ નવેમ્બર) ૪૪,૪૫૮ કેસ નોંધાયા છે, સતત ત્રીજા અઠવાડિયે દેશમાં સૌથી વધારે કેસ નોંધાયેલા છે, ૪૬,૮૭૬ સાથે પાછલા અઠવાડિયાથી ઘટાડો નોંધાયો હતો. જ્યારે કેસમાં ઘટાડો નોંધાયો છે તે દિલ્હી માટે ખુશીનો સમય છે, અહીં ૪-૧૧ ઓક્ટોબર દરમિયાન અઠવાડિયાથી કેસમાં ઉછાળો નોંધાયો હતો, જેમાં દિવાળી અને ભાઈબીજની અસર જોવા મળી હતી.

જોકે, પાછલા અઠવાડિયામાં ૭૭૭ કોરોના દર્દીઓના મોત સાથે આંકડો ઊંચો ગયો છે, આ પહેલાના અઠવાડિયે ૬૨૫નાં મોત નોંધાયા હતા. આ સાથે દિવાળીના અઠવાડિયા દરમિયાન દેશમાં સૌથી વધુ મોત અહીં નોંધાયા હતા. દિલ્હી પછી પાછલા અઠવાડિયામાં કેરળ બીજા નંબરે સૌથી વધુ (૩૭,૬૯૭) કેસ નોંધાયા, જોકે, અહીં પાછલા ૬ અઠવાડિયાથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ૩૨,૯૬૬ કેસ સાથે પાછલા અઠવાડિયા દરમિયાન કેસમાં ઉછાળો નોંધાયો. નવેમ્બર ૧૫-૨૨ દરમિયાન અહીં ૨૭,૩૮૪ કેસ નોંધાયા હતા.

જોકે, અહીં મૃત્યુઆંકમાં કોઈ ઉછાળો નોંધાયો નથી. મહારાષ્ટ્રમાં પાછલા અઠવાડિયામાં ૬૪૯ લોકોના મોત થયા, આ પહેલાના અઠવાડિયે નોંધાયેલા ૭૩૪ કેસથી ઘટીને ૧,૨૧૬ થયા છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો મધ્યપ્રદેશમાં ૩૯% કેસમાં ઉછાળો નોંધાયો. છત્તિસગઢમાં ૩૪%, રાજસ્થાનમાં ૨૫%, મહારાષ્ટ્રમાં ૨૦.૪% અને ગુજરાતમાં ૧૯.૬% ઉછાળો નોંધાયો છે. નાના રાજ્ય નાગાલેન્ડમાં ૧૧૭% કેસ વધ્યા છે.

જ્યારે મેઘાલયમાં ૪૬%, ચંદીગઢમાં ૩૬% અને આંદામાન અને નિકોબાર ટાપુ પર ૨૧% કેસ વધ્યા છે. આ તરફ આંધ્રપ્રદેશમાં ૨૬% કેસમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ઓડિશામાં ૨૫%, ઝારખંડમાં ૨૩%, કર્ણાટકમાં ૨૩% અને તામિલનાડુમાં ૧૮% કેસ ઘટ્યા છે. સોમવારે દેશમાં ૩૭,૫૬૬ નવા કેસ નોંધાયા હતા, પાછલા પાંચ અઠવાડિયા દરમિયાન સોમવારે નોંધાયેલા સૌથી વધુ કેસ છે. મોટાભાગે વિકએન્ડ દરમિયાન ટેસ્ટમાં ઘટાડો અને સ્ટાફની અછતના કારણે કેસમાં ઘટાડો નોંધાયો હતો.

પાછલા અઠવાડિયે દિવાળી હતી અને તે પછી સોમવારે ૨૮,૫૭૪ નવા કેસ નોંધાયા હતા. ૨૪ કલાકમાં નોંધાયેલા મોતના આંકડામાં ઘટાડો થઈને ૪૮૧ કેસ નોંધાયા છે, જેમાંથી દિલ્હીમાં ૧૨૧ છે, આ તરફ મહારાષ્ટ્રમાં મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં પાછલા ૨૪ કલાકમાં ૩૦ દર્દીઓના મૃત્યુ થયા છે, આ ૨૦૫ દિવસનો સૌથી નીચેનો આંકડો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.