દિલ્હીમાં અત્યાર સુધીમાં ૭૧ હજાર દર્દીઓ સાજા થયાઃ કેજરીવાલ
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કોરાના સામેની લડત માટે કરાયેલા કામો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧ લાખથી વધુ થઈ ગઈ છે. જોકે ૭૨ હજારથી વધુ લોકો સાજા થયા છે. દિલ્હીમાં લગભગ ૨૫ હજાર એક્ટિવ કેસ છ, જેમાંથી ૧૫ હજાર લોકોની સારવાર ઘરે થઈ રહી છે. હોસ્પિટલોમાંથી હવે લોકો સાજા થઈને ઘરે જઈ રહ્યાં છે. પહેલાની સરખામણીએ મોતોની સંખ્યા પણ ખૂબ જ ઓછી થઈ છે.
દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૧૦૦૦મો દર્દી સ્વસ્થ થયો છે. તેને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. માર્ચમાં સંક્રમણ ફેલાયા પછીથી અહીં કોરોના સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે. શરૂઆતમાં અહીં માત્ર ૫૦૦ બેડ હતા, જોકે દિલ્હીમાં કેસ વધવાથી દિલ્હીની બે અન્ય હોસ્પિટલોની સાથે-સાથે અહીં પણ બેડની સંખ્યા વધારવામાં આવી.
કેજરીવાલે કહ્યું કે જૂનમાં જ્યારે આપણે ટેસ્ટ કરતા હતા તો ૧૦૦માંથી ૩૧ લોકો સંક્રમિત મળતા હતા પરંતુ હવે ૧૦૦માંથી માત્ર ૧૧ પોઝિટિવ કેસ મળે છે.
હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી હવે લોકો સુધી એક એપથી પહોંચી રહી છે. દિલ્હીમાં હાલ કોરોનાના ૧૫ હજાર બેડ છે અને માત્ર ૫૧૦૦ દર્દીઓ છે. ગત સપ્તાહમાં ૬૨૦૦ દર્દીઓ હતા અને આજે ઘટીને તેની સંખ્યા ૫૧૦૦ થઈ ગઈ છે. શકય હોય ત્યાં સુધી લોકોને ઘરમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. અમે લોકોના ઘર સુધી ઓક્સીપૈડ પહોંચાડી રહ્યાં છે.
તેમણે કહ્યું કે ગત સપ્તાહે અમે કોરોના પ્લાઝમા બેન્કની શરૂઆત કરી. ચાર-પાંચ દિવસથી પ્લાઝ?માની ડિમાન્ડ વધુ છે. જોકે તેને ડોનેટ કરનારાઓની સંખ્યા ઓછી છે. જો ડોનેટ કરનારાઓ વધશે નહિ તો પ્લાઝ?માનો સ્ટોક પુરો થઈ જશે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ પ્લાઝ?મા ડોનેટ કરવા માટે આગળ આવે. મદદરૂપ થવા માંગતા લોકો માટે ટ્રાન્સપોર્ટની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર કરશે. પ્લાઝમા બેન્ક નોન કોવિડ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે. આવા લોકોએ ડરવાની જરૂર નથી કે તેમને સંક્રમણ લાગશે.