દિલ્હીમાં અથડામણ બાદ બે આતંકીની હથિયારો સાથે ધરપકડ
નવીદિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશલ સેલે આજે અથડામણ બાદ આંતકી સંગઠન બબ્બર ખાલસા ઇટરનેશનલ વીકેઆઇના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે માહિતી આપતાં કહ્યું કે તેણે ભુપેન્દ્ર ઉર્ફે દિલાવર સિંહ નિવાસી લુધિયાણા અને કુલવંતસિંહ નિવાસી લુધિયાણાની એક નાની અથડામણ બાદ અટકાયત કરવામાં આવી હતી તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો કબજે કરવામાં આવ્યા છે તેમાં છ પિસ્તોલ અને ૪૦ ગોળીઓ પણ સામેલ છે આ બંન્ને પંજાબમાં અનેક કેસમાં ભાગેડુ છે હાલમાં તેમની પુછપરછ કરાઇ રહી છે,HS