દિલ્હીમાં આતંકવાદી હુમલાની આશંકા: પોલીસ એલર્ટ પર
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે ઈઝરાયલી દૂતાવાસ અને તેની સાથે જાેડાયેલા સંગઠનોની સુરક્ષાને વધારી દીધી છે. એટલું જ નહીં પોલીસ નવી દિલ્હી વિસ્તારમાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે ૬ સપ્ટેમ્બરે ઈઝરાઈલનું નવું વર્ષ હતું
દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર ઈઝરાઈલના લોકો નવું વર્ષ મનાવે છે. હાલમાં દૂતાવાસ અને તેની આસપાસના વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જ્યારે દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળોને પણ ઈઝરાયલી દૂતાવાસ અને તેની સાથે જાેડાયેલા સંગઠનોની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર ઈઝરાયલના નવ વર્ષના પ્રસંગ પર દૂતાવાસમાં લોકોને ભારે ભીડ ભેગી થાય છે. ગુપ્તચર એજન્સીઓને જાણકારી મળી હતી કે આતંકી દૂતાવાસમાં ઘૂસીને આતંકી ઈઝરાયલના નાગરિકો અને યહૂદિયોને નિશાન બનાવી શકે છે. આ બાદ પોલીસે ઈઝરાયલી દૂતાવાસ, વાણિજ્ય દૂતાવાસ અને તેમના કર્મચારીઓના આવાસની સુરક્ષા વધારી દીધી છે.HS