દિલ્હીમાં આપના વિજય સરઘસ દરમિયાન ગોળીબાર એકનું મોત
નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીની પ્રચંડ બહુમતિ બાદ ‘આપ’ના કાર્યકર્તા પર ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી છે. મહરૌલીના ધારાસભ્યના કાફલા પર હુમલો કરાયો હતો. જેમાં અશોક માન નામના કાર્યકર્તા મોત થયું છે, જ્યારે હરેન્દ્ર નામના કાર્યકર્તાને ગોળી વાગતાં તેને સારવાર હેઠળ હાસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વાતની જાણકારી આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વીટર પર જાહેર કરાઈ હતી. આ સાથે કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉભા થયા હતા. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ હુમલો વ્યક્તિ મનભેદ કારણે થયો હોવાનું જણાય છે. હજુ સુધી આ હુમલામાં રાજકારણ સંબધિત કોઈ પુરાવા મળ્યા નથી.
આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય નરેશ યાદવનાં કાફલા પર હુમલો થયા હોવાના કલાકો પછી પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી હતી. તપાસ બાદ દિલ્હી પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીનાં એડિશનલ ડીસીપી ઇંજીત પ્રતાપ સિંહે મીડિયાને તપાસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય નરેશ યાદવ નિશાન બન્યા નહોતા.
દિલ્હી પોલીસે આપેલી માહિતી અનુસાર આ ફાયરિંગમાં જે વ્યક્તિનું મોત નીપજ્યું તે હુમલાખોરનાં નિશાના પર હતો. પોલીસ એડિશનલ ડીસીપી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, પરસ્પર દુશ્મનાવટનાં કારણે હુમલો કરનારાએ ગોળીબાર કર્યો હતો અને તેનો લક્ષ્ય તે વ્યક્તિ હતો જેને ગોળી વાગીને તેનું મોત નીપજ્યું હતું. આ વ્યક્તિનું નામ અશોક માન હોવાનું સામે આવી રહ્યું છે. દિલ્હી પોલીસે આ કેસમાં આરોપીની અટકાયત કરી છે.એક જ હુમલો કરનાર હતો. તેણે મૃતક અશોકને નિશાનો બનાવીને ગોળી મારી દીધી હતી. વળી, ૮ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ છે, જેમાં મૃતક અશોકને ૫ ગોળી વાગી હતી, જ્યારે ૨ ગોળી ઈજાગ્રસ્ત હરેન્દ્રને વાગી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આ ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.