દિલ્હીમાં આપ, ભાજપ ‘શીશ મહેલ’ અને ‘રાજ મહેલ’ના મુદ્દે સામસામે
પોલીસે આપના કાર્યકરોને વડાપ્રધાન નિવાસમાં પ્રવેશતા અટકાવ્યા
ભાજપ મીડિયાને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ફાળવવામાં આવેલા મથુરા રોડ ખાતેના બંગલા પર લઇ ગઇ હતી
નવી દિલ્હી,દિલ્હીમાં આવતા મહિને ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અગાઉના ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા નિવાસસ્થાન અંગે ભાજપ અને આપના કાર્યકરોમાં ઘર્ષણ થયું હતું. આપના કાર્યકરોએ વડાપ્રધાનના સત્તાવાર રહેઠાણને ‘રાજમહેલ’ તરીકે ઓળખાવ્યો હતો. ભાજપે બુધવારે ‘શીશ મહેલ’ કહેવાતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક સમયના બંગલાની બહાર પ્રદર્શન કર્યું ત્યારે આપના નેતાઓએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યાે હતો, પણ પોલીસે તેમને અટકાવ્યા હતા.
ત્યાર પછી આપના કાર્યકરોએ લોકકલ્યાણ માર્ગ ખાતેના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને પહોંચવાનો પ્રયાસ કર્યાે હતો અને રહેઠાણને ‘રાજમહેલ’ તરીકે ઓળખાવ્યું હતું. ત્યાં પોલીસે ફરી તેમને અટકાવ્યા ત્યારે આપના કાર્યકરોએ ધરણા કર્યા હતા. ભાજપ મીડિયાને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ફાળવવામાં આવેલા મથુરા રોડ ખાતેના બંગલા પર લઇ ગઇ હતી. ભાજપે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પાસે સરકારી રહેઠાણ હોવા છતાં તે અલગ બંગલાની માંગણી કેમ કરે છે? દરમિયાન આપના નેતાઓ સંજય સિંઘ અને સૌરભ ભારદ્વાજે ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યાે હતો.ss1