Western Times News

Gujarati News

દિલ્હીમાં એક સપ્તાહમાં ૩૦ કન્ટેઈન્મેન્ટ ઝોન વધ્યા

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. નવા કેસની સાથે સક્રિય દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રવિવારે કોરોનાના ૪૭ નવા કેસ સામે આવ્યા, જ્યારે ૩૩ દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત છે કે રવિવારે કોઈપણ દર્દીનું મોત થયું નથી. તો દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ૩૦ કન્ટેઈન્મેન્ટ ઝોન વધારવામાં આવ્યા છે.

રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી ૧૪,૪૦,૧૧૮ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી ૧૪,૧૪,૬૬૨ દર્દીઓ સાજા થયા, જ્યારે ૨૫૦૯૧ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુદર ૧.૭૪ ટકા છે. વિભાગ અનુસાર દિલ્હીમાં કોરોનાના સક્રિય દર્દી વધીને ૩૬૫ થઈ ગયા છે. તેમાંથી દિલ્હીની વિભિન્ન હોસ્પિટલોમાં ૧૫૭ દર્દી દાખલ છે. તો હોમ આઈસોલેશનમાં ૧૬૧ દર્દી છે.

૧ નવેમ્બરે દિલ્હીમાં કુલ ૮૬ જગ્યાને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારથી તેની સંખ્યા વધી રહી છે. ૭ નવેમ્બરે તેની સંખ્યા વધીને ૧૧૬ સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રો પ્રમાણે હવે નવા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કડક નિયમ કરવામાં આવ્યા છે.

માસ્ક ન પહેરનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં તહેવારોમાં ભીડ વધવાની સાથે સંક્રમણ દરમાં વધારો જાેવા મળ્યો છે. એક નવેમ્બરે ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલમાં ૦.૦૪ ટકા લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા હતા.

૭ નવેમ્બરે તે વધીને ૦.૧૧ ટકા થઈ ગયા છે. એમ્સના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડોક્ટર નીરજ નિશ્ચલનું કહેવુ છે કે પ્રદૂષણને કારણે કોરોના સંક્રમણ ગંભીર રૂપથી બીમાર કરી શકે છે. તેવામાં બેદરકારી ન દાખવો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.